Not Set/ ચીન – રશિયાએ બિડેનને ન આપ્યા અભિનંદન, જાણો શું અને કેમ કહ્યું…???

અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બહુમતીના આંકડો હાંસલ કરનાર જો બિડેન અને કમલા હેરિસને વિશ્વભરના દેશો અને રાજનેતાઓ દ્વારા અભિનંદન સંદેશા મળી રહ્યાં છે.

Top Stories World
us election ચીન - રશિયાએ બિડેનને ન આપ્યા અભિનંદન, જાણો શું અને કેમ કહ્યું...???

અમેરિકન રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બહુમતીના આંકડો હાંસલ કરનાર જો બિડેન અને કમલા હેરિસને વિશ્વભરના દેશો અને રાજનેતાઓ દ્વારા અભિનંદન સંદેશા મળી રહ્યાં છે. પરંતુ ચીન, રશિયા અને મેક્સિકો જેવા કેટલાક દેશોએ આ મામલે મૌન ધારણ કર્યું છે. આ દેશોએ હજી સુધી બિડેનને ચૂંટાયેલા સ્વીકાર્યા નથી. સોમવારે ચીને બિડેનને અભિનંદન આપવાનો ઇનકાર કરતાં કહ્યું કે, તે કોઈ અંતિમ નિર્ણયની રાહ જોઇ રહ્યું છે. તે જ સમયે, રશિયાએ બિડનને વિજેતા માન્યા નથી, ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલી કઠોરતા અને કાયદાકીય વિકલ્પોનો ઉપયોગ કરવાને કારણે આવુ બની રહ્યું છે. 

ચીને સ્પષ્ટ રીતે બીડેનને અભિનંદન આપવાનો ઇનકાર કરી દીધો, કહ્યું કે ચૂંટણીનું પરિણામ હજી નક્કી થયું નથી. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું હતું કે બિડેને પોતાને ચૂંટણીના વિજેતા જાહેર કર્યો છે. પ્રવક્તા વોંગ વેનબિને દૈનિક પ્રેસ બ્રીફિંગમાં જણાવ્યું હતું કે, “અમારું માનવું છે કે ચૂંટણીનું પરિણામ યુએસ કાયદા અને પ્રક્રિયા અનુસાર નક્કી કરવામાં આવશે.” 

બીજી તરફ, રશિયાએ હજી સુધી બિડેનની જીતને માન્યતા આપી નથી. રશિયાએ ચૂંટણીમાં ગડબડીનો મુદ્દો ઉઠાવતા ટ્રમ્પના સૂરમાં ઉમેરો કર્યો છે. રશિયાના ચૂંટણી વડાએ સોમવારે કહ્યું હતું કે યુ.એસ. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મેઇલ-ઇન વોટિંગથી મતદાનના ધાંધલીનો માર્ગ ખોલ્યો છે. 

રશિયન ચૂંટણી પંચના વડા, ઇલા પામફિલોવાએ જણાવ્યું હતું કે તેમણે મેલ-ઇન મતદાન પ્રક્રિયાનો કાળજીપૂર્વક અભ્યાસ કર્યો હતો અને જાણ્યું હતું કે, આ પ્રક્રિયામાં ધાંધલી માટે સંપૂર્ણ અવકાશ છે. નોંધપાત્ર વાત એ છે કે, ટ્રમ્પે મેલ-ઇન બેલેટનો પણ વિરોધ કર્યો હતો. રશિયા પર 2016 ની ચૂંટણીમાં દખલ કરવાનો અને ટ્રમ્પને મદદ કરવાનો આરોપ હતો. એવું કહેવામાં આવતું હતું કે, રશિયા અપેક્ષા રાખે છે કે ટ્રમ્પ મોસ્કો પ્રત્યે નરમ વલણ રાખશે. પુટિન એવા કેટલાક વૈશ્વિક નેતાઓમાં સામેલ છે જેમણે હજી સુધી બિડેનને અભિનંદન આપ્યા નથી.

નોંધપાત્ર વાત એ છે કે, અમેરિકામાં 2020 ની રાષ્ટ્રપતિની ચૂંટણીની મતગણતરી હજી પણ ચાલુ છે, પરંતુ અત્યાર સુધીના મતની ગણતરીમાં સૌથી વધુ મતદાનનો નવો રેકોર્ડ બન્યો છે. જો બિડેને બહુમતી મેળવી હતી. અત્યાર સુધીમાં 14.8 કરોડ મતની ગણતરી કરવામાં આવી છે. તેમાંથી રાષ્ટ્રપતિપદના ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બિડેનને 7.5 મિલિયન મતો મળ્યા છે. તે જ સમયે, યુએસ પ્રમુખ અને રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને 7 મિલિયન મતો મળ્યા છે. બિડેનને 290 ઇલોક્ટ્રોરલ મત મળ્યા છે, જ્યારે ટ્રમ્પને 214 મતો મળ્યા છે. અમેરિકામાં પ્રમુખ બનવા માટે 270 ઇલોક્ટ્રોરલ મતો મળવા અનિવાર્ય છે.