સ્થગિત/ ભારતની હાલત જોયા બાદ આર્જેન્ટીનાએ ચૂંટણી સ્થગિત કરી

કોરોનાના લીધે ચૂંટણી મોકૂફ

World
argentina ભારતની હાલત જોયા બાદ આર્જેન્ટીનાએ ચૂંટણી સ્થગિત કરી

વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. દરેક દેશ કોરોના સામે લડી રહ્યો છે. કોરોના વાયરસ અતિ ગંભીર હોવાથી લાખો લોકો દુનિયામાં મરી રહ્યા છે. કોરોનાને કંટ્રોલ કરવા માટે અગમચેતી પગલાં ભરી રહ્યા છે. ભારતમાં કોરોના વાયરસની ગતિ ધીમી પડી હતી પરતું પાંચ રાજ્યની ચૂંટણીઓમાં કોરોના સંક્રમણ પુરજોશમાં ડબલ ગતિએ ફેલાયો હતો. ચૂંટણી બાદ દેશની હાલત કોરોનાના લીધે અતિ ગંભીર થઇ ગઇ છે.કોરોના કેસો અને મૃત્યુ મામલે ભારત હાલમાં પ્રથમ સ્થાને છે. ભારતની હાલત પરથી બોધપાઠ લઇને આર્જેન્ટીનાએ દેશમા થનારી ચૂંટણી સ્થગિત કરી દીધી છે.

ભારતની સ્થિતિ જોયા બાદ આર્જેન્ટીનાએ પોતાના દેશમાં યોજાનારી ચૂંટણી માકૂફ રાખી છે.આર્જેન્ટીનામાં ઓગ્ષ્ટમાં યોજાનારી ચૂંટણી પાંચ સપ્તાહ  માટે મોકૂફ કરી દીધી છે. આર્જેન્ટીના સરકારે વિરોધ પક્ષ સાથે વિચાર વિમર્શ કરીને સર્વ સંમતિથી દેશમાં યોજાનારી ચૂંટણીની હાલ પુરતી મોકૂફ રાખવાનો નિર્ણય લીધો છે. સરકારે જાહેર કર્યું કે ચૂંટણીથી કોરોના સંક્રમણ વધી શકે છે અને મોતનું પણ સંકટ ઉભો થઇ શકે છે.પ્રજાના આરોગ્યની તકેદારી રાખવાની અમારી નૈતિક ફરજ છે તેથી સર્વ સંમતિથી દેશમાં ચૂંટણી સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સમયગાળામાં દેશના બધા લોકોને  વેક્સિન લગાડવામાં આવશે.વેક્સિન જ એકમાત્ર વિકલ્પ છે કોરોનાથી બચવાનું.