Not Set/ રશિયન વૈજ્ઞાનિકોનો દાવો, પાણીથી મરી શકે છે કોરોના વાયરસ

કોરોના વાયરસથી બચવા માટે, સ્વચ્છતા રાખવા અને વારંવાર હાથ ધોવાનું કહેવામાં આવે છે. વાયરસનાં ફેલાવવાથી લઇને તેના સ્વરૂપ અને રચના વિશે વિવિધ પ્રકારનાં દાવા કરવામાં આવી રહ્યા છે. વળી રશિયન વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે પાણીમાં કોરોના વાયરસ સંપૂર્ણપણે નાબૂદ થાય છે. આ અભ્યાસ સ્ટેટ રિસર્ચ સેન્ટર ઓફ વાયરોલોજી અને બાયોટેકનોલોજી વેક્ટર દ્વારા કરવામાં આવ્યો […]

World
af6f28e6cdfc92f74b54b3090ddce4f1 રશિયન વૈજ્ઞાનિકોનો દાવો, પાણીથી મરી શકે છે કોરોના વાયરસ

કોરોના વાયરસથી બચવા માટે, સ્વચ્છતા રાખવા અને વારંવાર હાથ ધોવાનું કહેવામાં આવે છે. વાયરસનાં ફેલાવવાથી લઇને તેના સ્વરૂપ અને રચના વિશે વિવિધ પ્રકારનાં દાવા કરવામાં આવી રહ્યા છે. વળી રશિયન વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે પાણીમાં કોરોના વાયરસ સંપૂર્ણપણે નાબૂદ થાય છે. આ અભ્યાસ સ્ટેટ રિસર્ચ સેન્ટર ઓફ વાયરોલોજી અને બાયોટેકનોલોજી વેક્ટર દ્વારા કરવામાં આવ્યો છે.

અભ્યાસનાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, પાણી 72 કલાકની અંદર કોરોના વાયરસને લગભગ સંપૂર્ણપણે નાબૂદ કરી શકે છે. અધ્યયન મુજબ, વાયરસનું સ્વરૂપ સીધા જ પાણીનાં તાપમાન પર આધારિત છે. વૈજ્ઞાનિકો દાવો કરે છે કે વાયરસનાં 90 ટકા કણો 24 કલાકમાં અને 99.9 ટકા કણો કમરાનાં તાપમાને રાખેલા પાણીમાં મરી જાય છે. અભ્યાસ કહે છે કે ઉકળતા પાણીનાં તાપમાને, કોરોના વાયરસ સંપૂર્ણ અને તાત્કાલિક મૃત્યુ પામે છે. જોકે કેટલીક પરિસ્થિતિઓમાં વાયરસ પાણીમાં જીવી શકે છે, પરંતુ તે દરિયામાં અથવા તાજા પાણીમાં વધતો નથી.

કોરોના વાયરસ 48 કલાક સુધી સ્ટેનલેસ સ્ટીલ, લિનોલિયમ, કાંચ, પ્લાસ્ટિક અને સિરામિક સપાટી પર સક્રિય રહે છે. સંશોધનમાંથી જાણવા મળ્યું છે કે આ વાયરસ એક જગ્યાએ રહેતો નથી અને મોટાભાગનાં ઘરેલું જીવાણુનાશકો તેને દૂર કરવામાં અસરકારક સાબિત થઈ રહ્યા છે. સંશોધન દર્શાવે છે કે 30% કોન્સન્ટ્રેશનનાં ઇથિલ અને આઈસોપ્રોપાઇલ આલ્કોહોલ અડધા મિનિટમાં વાયરસનાં એક લાખ કણોને મારી શકે છે. આ પાછલા અધ્યયનનાં દાવાઓને નકારી કાઠે છે જેમાં જણાવ્યું છે કે વાયરસને દૂર કરવા માટે 60 ટકાથી વધુ કોન્સન્ટ્રેશનવાળા આલ્કોહોલની જરૂર છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.