Not Set/ ઇરાકમાં ઈરાની દૂતાવાસની બહાર હિંસા, 47 પોલીસ ઘાયલ

ઇરાકી શહેર નજફમાં ઈરાની દૂતાવાસની બહાર સુરક્ષા બળો સાથે પ્રદર્શનકારીઓની થઇ છે. જેમાં પ્રદર્શનકારીઓ સાથેની હિંસામાં 47 પોલીસ જવાન ઘાયલ થયા છે. ઇરાકના દક્ષિણ શહેર નજફમાં ઈરાની દૂતાવાસની બહાર પ્રદર્શનકારીઓ સાથેની અથડામણમાં 47 પોલીસ જવાન ઘાયલ થયા છે. આ માહિતી નજાફના રાજ્યપાલ લુયે યાસિરીએ ગુરુવારે અલ અરેબિયાને આપી હતી. સુરક્ષા દળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણને […]

Top Stories World
iraak ઇરાકમાં ઈરાની દૂતાવાસની બહાર હિંસા, 47 પોલીસ ઘાયલ

ઇરાકી શહેર નજફમાં ઈરાની દૂતાવાસની બહાર સુરક્ષા બળો સાથે પ્રદર્શનકારીઓની થઇ છે. જેમાં પ્રદર્શનકારીઓ સાથેની હિંસામાં 47 પોલીસ જવાન ઘાયલ થયા છે.

ઇરાકના દક્ષિણ શહેર નજફમાં ઈરાની દૂતાવાસની બહાર પ્રદર્શનકારીઓ સાથેની અથડામણમાં 47 પોલીસ જવાન ઘાયલ થયા છે. આ માહિતી નજાફના રાજ્યપાલ લુયે યાસિરીએ ગુરુવારે અલ અરેબિયાને આપી હતી. સુરક્ષા દળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણને ધ્યાનમાં રાખીને બુધવારે આ વિસ્તારમાં કર્ફ્યુ લગાવાયો હતો. સ્પુટનિક દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, આ હિંસામાં 80 લોકો ઘાયલ થયા છે.

ઉલ્લેખનય છે કે, ઈરાક સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું, ત્યારબાદ વિરોધીઓએ ઈરાની કોન્સ્યુલેટને આગ ચાંપી દીધી હતી. રાજ્યપાલ લુયે યાસિરીએ કહ્યું, “અત્યાર સુધી 47 સૈનિકો ઘાયલ થયા છે.” તેમણે વધુમાં કહ્યું કે અગ્નિશમન દળના જવાનો હજી આગને કાબૂમાં લેવામાં રોકાયેલા છે. પોલીસને સૂચના આપવામાં આવી છે કે વિરોધીઓને હટાવવા માટે શસ્ત્રોનો ઉપયોગ ન કરવો. દક્ષિણ ઇરાક ઓક્ટોબરની શરૂઆતથી વિરોધથી પરેશાન છે.

પ્રદર્શનની શરૂઆતથી અત્યાર સુધીમાં 350 થી વધુ લોકો માર્યા ગયા છે અને 15,000 જેટલા ઘાયલ થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.