Education/ ધો.1થી 5ના રેગ્યુલર વર્ગો શરૂ કરવા સરકારની તૈયારીઓ શરુ

ધો.1થી 5ના રેગ્યુલર વર્ગો શરૂ કરવા સરકારની તૈયારીઓ શરુ

Gujarat Others Trending
લગ્ન 5 ધો.1થી 5ના રેગ્યુલર વર્ગો શરૂ કરવા સરકારની તૈયારીઓ શરુ
  • સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ લેવાઈ શકે નિર્ણય
  • 18 ફેબ્રુઆરીથી ધો.6 થી 8 વર્ગો થશે શરૂ

@અરુણ શાહ, અમદાવાદ 

રાજ્યમાં કોરોના કેસમાં સતત ઘટાડો નોધાઇ રહ્યોછે. ત્યારે આમ જનતા પણ હવે પોતાના રૂટીન કર્યો તરફ વળી ચુકી છે. ત્યારે સરકાર દ્વારા ગત માર્ચ મહિનામાં બંધ કરવામાં આવેલા શૈક્ષણિક કાર્યને પણ ધીમી ગતિએ અનલોક કરી રહી છે. તબક્કા વાર શાળા અને કોલેજો ખુલી રહ્યા છે.ત્યારે હવે પ્રાથમિક શાળાના બાળકોમાં માટે પણ શાળા શરુ કરવાની તૈયારીઓમાં સરકાર લાગી ચુકી છે.

Image result for primary school student india going

covid19 / WHOને વુહાનથી કોવિડ -19 ફેલાવાના સંકેતો મળ્યા, ચીને લોહીના નમૂના આપવાનો કર્યો સ્પષ્ટ ઇન્કાર

ઉલ્લેખનીય છે કે, સરકારે પ્રથમ યુજી-પીજી છેલ્લા સેમેસ્ટરની કોલેજો અને ધો.૧૦-૧૨ની સ્કૂલો શરૃ કરી હતી ત્યારબાદ ધો.૯ અને ૧૧ની સ્કૂલો શરૃ કરી અને ત્યારબાદ પ્રથમ વર્ષની કોલેજો પણ શરૃ કરી દીધી છે.

હાલમાં ગુજરાત સરકાર દ્વારા ૯ થો ૧૨ના વર્ગો શરુ કરવામાં આવ્યા છે. સાથે કોલેજના પ્રથમવર્ષના વર્ગો પણ શરુ કરવામાં આવ્યા છે. જયારે આગામી ૧૮મીથી ધો.૬થી૮ના વર્ગો પણ શરુ કરવા માટે જાહેરાત કરી દેવામાં આવી છે. ત્યારે આગળના તબક્કામાં ધો.૧થી૫ના વર્ગો પણ રેગ્યુલર કરવા સરકારની તૈયારી છે. સરકાર હવે ચૂંટણી બાદ માર્ચમાં સ્થિતિને ધ્યાનમાં રાખી ધો.૧થી૫ની સ્કૂલો પણ રેગ્યુલર શરૃ કરે તેવી શક્યતા છે. સાથે વિદ્યાર્થીઓ માટે વાલીઓનું સંમતિ પત્ર જરૂરી  બનાવશે.

ગુજરાતમાં આર્થિકક્ષેત્રે રાબેતા મુજબની સ્થિતિ સ્થાપિત થતી જાય છે. ત્યારે હવે લાંબા સમય એટલે કે નવ મહિના કરતાં વધુ સમયથી ભૌતિક રીતે બંધ રહેલાં શૈક્ષણિક કાર્યને વેગ આપવાની દિશામાં રાજ્યસરકાર અને શિક્ષણ વિભાગે સક્રિય વિચારણા આદરી છે. હજી ગત સપ્તાહમાં જ શિક્ષણ વિભાગના પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ ધોરણ- 6 થી 8 નાવર્ગ 18 ફેબુઆરીએ શરી કરી શિક્ષણકાર્યને વેગ આપવાનો નિર્ણય કર્યો છે. ત્યારે હવે માર્ચ મહિનાના પ્રારંભ થી ધોરણ 1 થી 3ના વર્ગ સંપૂર્ણ કોવિડ-2019 ગાઇલાઇન મુજબ શરૂ કરવાની દિશામાં સરકારે કટિબદ્ધતા વ્યક્ત કરી છે.

ગુજરાતમાં હાલમાં કોરોનાના કેસ સતત ઘટતાં રહ્યાં છે. ત્યારે હવે કેન્દ્રસરકારની એસઓપી માર્ગદર્શિકાનો અમલ કરવા સાથે શૈક્ષણિક કાર્ય 1 માર્ચ થી શરૂ કરવાની દિશામાં સરકાર અને શિક્ષણ વિભાગે સક્રિય વિચારણા હાથ ધરી છે, શિક્ષણ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પણ શિક્ષણને વેગ આપવાની દિશામાં કવાયત આદરી છે. શૈક્ષણિક સંકુલમાં વિદ્યાર્થીઓના હિતમાં સંકુલને સેનીટાઇઝેશન , માતા-પિતાનો સંમતિપત્ર અને માસ્ક ફરજીયાત સહિતના નિયમનું પાલન કરવાનું રહેશે. ધોરણ-1 થી 5ના વિદ્યાર્થીઓની આગામી ફાઇનલ પરીક્ષા પણ વહેલી યોજાય તો આગામી શૈક્ષણિક સત્ર પણ વહેલુ શરૂ કરવાની દિશામાં સરકારે ચક્રો ગતિમાન કર્યા છે. શહેરના કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં આવેલી શાળા શરૂ થઇ શકશે નહીં. કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં આવશ્યક ચીજ-વસ્તુ પૂરતાં પ્રમાણમાં મળી રહે તે મુજબનું આયોજન થયું છે  હવે ધોરણ-1 થી 5ના વર્ગ શરૂ કરવા અંગે શિક્ષણવિભાગ અને ગુજરાતસરકાર અંતિમ નિર્ણય જાહેર કરશે..

Jammu / પુલવામા હુમલાની વરસી પર ટળ્યો મોટો આતંકી હુમલો, બસ સ્ટેન્ડમાંથી મળ્યો 7 કિલો lED

covid19 / વિશ્વભરમાં 10.93 કરોડથી વધુ ચેપગ્રસ્ત, કુલ મૃત્યુઆંક 24 લાખને પાર

બેંગ્લોર / વેલેન્ટાઇન ડે પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે ગઠબંધન…

Accident / જલગાંવમાં મધરાતે ટ્રક પલટી, 2 બાળકો સહીત 15 શ્રમિકોનાં કરૂણ મોત

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ