Bollywood/ અભિનેતા સચિન જોશીની ED એ કરી ધરપકડ, જાણો શું છે મામલો

સચિન જોશીએ વિજય માલ્યા પાસેથી ગોવામાં કિંગફિશર વિલા ખરીદ્યો છે. આ સિવાય સચિન જોશી જુદા જુદા શહેરોમાં ‘પ્લે બોય’ નામની ક્લબ અને રેસ્ટોરન્ટ ફ્રેન્ચાઇઝની માલિકી ધરાવે છે. સચિન જોશીને ઓમકાર રિયલ્ટર્સ એપિસોડમાં સચિન જોશીને સમન્સ પાઠવવામાં આવ્યું હતું.

Entertainment
a 166 અભિનેતા સચિન જોશીની ED એ કરી ધરપકડ, જાણો શું છે મામલો

બોલીવુડ અભિનેતા અને ઉદ્યોગપતિ સચિન જોશીની ઇડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ઓમકાર રિયલ્ટર્સ એપિસોડમાં ઈડીએ આ કાર્યવાહી કરી છે. સૂત્રોએ આપેલી માહિતી અનુસાર, ઓમકાર ગ્રુપના પ્રમોટર્સ અને સચિન જોશી વચ્ચે 100 કરોડના ગેરકાયદેસર સોદા પર આ કાર્યવાહી કરવામાં આવી છે. ધરપકડ પહેલા સચિન જોશીની 18 કલાક પૂછપરછ કરવામાં આવી હતી.

સચિન જોશીએ વિજય માલ્યા પાસેથી ગોવામાં કિંગફિશર વિલા ખરીદ્યો છે. આ સિવાય સચિન જોશી જુદા જુદા શહેરોમાં ‘પ્લે બોય’ નામની ક્લબ અને રેસ્ટોરન્ટ ફ્રેન્ચાઇઝની માલિકી ધરાવે છે. સચિન જોશીને ઓમકાર રિયલ્ટર્સ એપિસોડમાં સચિન જોશીને સમન્સ પાઠવવામાં આવ્યું હતું. સમન્સ મળ્યા બાદ પણ સચિન જોશી ઇડી ઓફિસમાં હાજર થયા ન હતા. આ પછી તેને દક્ષિણ મુંબઈની ઓફિસમાં તપાસ માટે બોલાવવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : મરૂન સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી છે વિદ્યા બાલન, પરંતુ કિંમત એટલી કે ખરીદવી થઇ જાય મુશ્કેલ

સચિન જોશીએ મોડલ અને અભિનેત્રી ઉર્વશી શર્મા સાથે લગ્ન કર્યા છે. સચિન જોશીએ તેલુગુ, કન્નડ અને બોલિવૂડની કેટલીક ફિલ્મોમાં કામ કર્યું છે. પાન મસાલામાં વપરાતા ફૂડ પરફ્યુમનું ઉત્પાદનએ સચિન જોશીના જેએમ જોશી જૂથનો મુખ્ય વ્યવસાય છે. આ સિવાય આ જૂથ રેસ્ટોરન્ટ અને દારૂના ધંધાથી પણ સંબંધિત છે.

આ પણ વાંચો : અભિનેત્રી શુભી અહુજાએ આપ્યો પુત્રને જન્મ, ‘પટિયાલા બેબ્સ’ અભિનેતા બન્યો પિતા

ઇડીએ અગાઉ મની લોન્ડરિંગ કેસમાં ઓમકાર ગ્રુપના અધ્યક્ષ કમલ ગુપ્તા અને તેના મેનેજિંગ ડિરેક્ટર બાબુલાલ વર્માની ધરપકડ કરી છે. ઝૂંપડપટ્ટીના પુનર્વિકાસના કેસમાં સામેલ ઘણી કંપનીઓમાંની એક ઓમકાર પણ છે. આ ઉપરાંત ઓમકાર ગ્રુપના પ્રોજેક્ટ્સ પણ મુંબઈના ઘણા મુખ્ય સ્થળોએ ચાલુ છે.

આ પણ વાંચો : નોરા ફતેહીએ રેડ ડ્રેસમાં બતાવ્યો તેનો ગ્લેમરસ અવતાર, ફોટા થયા વાયરલ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ 

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ