ભારતી સિંહ અને હર્ષ લિંબાચીયાએ તાજેતરમાં જ તેમની ત્રીજી વેડિંગ એનિવર્સરીને સેલિબ્રેટ કરી હતી. હવે હર્ષએ ભારતી સાથેનો એક વીડિયો શેર કર્યો છે જેમાં તે પહેલા ભારતીને કિસ કરે છે અને ત્યારબાદ ભારતી હર્ષને કિસ કરે છે. આ સમય દરમિયાન બંને વ્હાઇટ કલરના આઉટફિટમાં જોવા મળી રહ્યા છે. ભારતીએ સફેદ રંગનો લહેંગા પહેરી છે અને હર્ષે સફેદ શર્ટ પહેર્યો છે.
આ વીડિયોને શેર કરતાં હર્ષે લખ્યું, ‘પ્રેમ સિવાય કંઈ નહીં’. ભારતીએ પોસ્ટ પર ટિપ્પણી કરતાં કહ્યું કે, ‘મને શરમ આવે છે મિત્રો.’ બંનેના આ વીડિયો પર ચાહકો પણ ઘણા બધા પ્રેમ વહાવી રહ્યા છે.
આપને જણાવી દઈએ કે ભારતી અને હર્ષને થોડા દિવસો પહેલા ડ્રગ્સના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. જોકે, આ બંનેને ફરી બેલ મળી. જેલમાંથી બહાર આવ્યા બાદ બંનેને ભારે ટ્રોલ કરવામાં આવ્યા હતા. પરંતુ હર્ષે ટ્રોલરોને યોગ્ય જવાબ આપ્યો હતો.
રાજુ શ્રીવાસ્તવે ભારતીનો કર્યો હતો વિરોધ
ભારતીની ધરપકડ કરવામાં આવી ત્યારે રાજુએ કહ્યું, ‘શું ભારતી અને તેના પતિ આવું કરી શકે છે? મારું દિલ આ સ્વીકારવા તૈયાર નથી. લોકો તમને ખૂબ પ્રેમ કરે છે, લાખો લોકો તમને તેમની આઈડલ કહે છે. તેઓએ તમારા ફોટા તેમના ફોન પર લગાવતા હોય છે. તેઓ તમારા જેવા બનવા માંગે છે. તો આ બધું કરવાની જરૂર શું છે? ડ્રગ્સ લઈને તમે સારા કોમેડિયન બની શકતા નથી અથવા તમને તેનાથી એનર્જી મળશે નહીં. મને બહુ ખરાબ લાગે છે. પરંતુ હું કહીશ કે ભારતી આના જેવી નથી. તે એક સારી કલાકાર છે. પરંતુ મેં સમાચાર જોયા કે ભારતીની ધરપકડ કરવામાં આવી છે. તેઓએ કબૂલાત કરી લીધી છે અને પોલીસને પુરાવા મળ્યા છે. શુ ચાલી રહ્યું છે? આપણી ફિલ્મ જગત ક્યાં જઈ રહી છે? ‘
એક્ટ્રેસ દિવ્યા ભટનાગરનું કોરોનાથી નિધન, દેવોલિના ભટ્ટાચાર્જીએ પોસ્ટ શેર કરી આપી માહિતી
હિના ખાને ટોપલેસ ફોટા કર્યા શેર, સોશિયલ મીડિયા પર થયા વાયરલ
ફરદીન ખાન બોલિવૂડ કરી રહ્યો છે કમબેક, મુકેશ છાબરાએ કર્યું કમ્ફર્મ
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…