Not Set/ સૂર્ય ગ્રહણ 2018 : ચીન માટે અશુભ, ભારત પર પ્રભાવ વિશે જાણો અહીં

મેદિની જ્યોતિષમાં ગ્રહણના સમયે બનતી ગ્રહ સ્થિતિનું ખુબ મહત્વ છે.  આનો ઉપયોગ મોસમમાં થતા પરિવર્તનો, વરસાદ, પૂર અને ભૂકંપ વગેરેની ભવિષ્યવાણીઓ માટે કરવામાં આવે છે. ગ્રહણનો પ્રભાવ મહત્વપૂર્ણ વ્યક્તિઓ અને રાજનેતાઓ પર વધારે જોવા મળે છે. જે નક્ષત્રમાં ગ્રહણ પડે છે, ત્યાં પાપ ગ્રહો જેવા કે શનિ, મંગળ, રાહુ અથવા કેતુના એમના અંશો પર ગોચર હોય […]

Top Stories India World
800 solar eclipse સૂર્ય ગ્રહણ 2018 : ચીન માટે અશુભ, ભારત પર પ્રભાવ વિશે જાણો અહીં

મેદિની જ્યોતિષમાં ગ્રહણના સમયે બનતી ગ્રહ સ્થિતિનું ખુબ મહત્વ છે.  આનો ઉપયોગ મોસમમાં થતા પરિવર્તનો, વરસાદ, પૂર અને ભૂકંપ વગેરેની ભવિષ્યવાણીઓ માટે કરવામાં આવે છે. ગ્રહણનો પ્રભાવ મહત્વપૂર્ણ વ્યક્તિઓ અને રાજનેતાઓ પર વધારે જોવા મળે છે.

જે નક્ષત્રમાં ગ્રહણ પડે છે, ત્યાં પાપ ગ્રહો જેવા કે શનિ, મંગળ, રાહુ અથવા કેતુના એમના અંશો પર ગોચર હોય ત્યારે પ્રભાવ દેખાય છે. 27-28 જુલાઈએ મધ્યરાત્રીના પડેલા સદીના સૌથી મોટા ચંદ્ર ગ્રહણ બાદ ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરની સ્થિતિ ઉત્પન્ન થઇ હતી, તો બીજી તરફ યુરોપમાં રેકોર્ડતોડ ગરમી જોવા મળી હતી.

solar eclipse 1531142682 e1533903425946 સૂર્ય ગ્રહણ 2018 : ચીન માટે અશુભ, ભારત પર પ્રભાવ વિશે જાણો અહીં

આગામી 11 ઓગસ્ટે વર્ષનું છેલ્લું સૂર્ય ગ્રહણ થશે, જે ભારતમાં નહિ દેખાય પરંતુ ઉત્તર-પૂર્વી યુરોપ, રશિયા, કઝાકિસ્તાન, તિબેટને છોડીને પુરા ચીનમાં તેમજ મોંગોલિયા, ઉત્તર અને દક્ષિણ કોરિયા તથા કેનેડાના ઉત્તર ભાગમાં ખંડગ્રાસ સૂર્ય ગ્રહણ દેખાશે.

ભારતીય સમય અનુસાર, આ ખંડગ્રાસ સૂર્ય ગ્રહણ 11 ઓગસ્ટ શનિવારે 1:32 વાગે શરુ થશે અને સાંજે 5:01 વાગે સમાપ્ત થશે. ગ્રહણના સમયે સૂર્ય અને ચંદ્રમા કર્ક રાશિમાં આશ્લેષા નક્ષત્રમાં ગુલિકાથી પીડિત થશે. ગુલિકા શનિનો ઉપગ્રહ છે. જેને ખુબ અશુભ માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુંડળીમાં આની ઉપસ્થિતિના કારણે ઘણા પ્રકારની પીડા સહન કરવી પડે છે.

સાથે જ જળની રાશિ કર્કમાં સૂર્ય- ચંદ્રમા સાથે કેતુ અને વક્રી બુધ અસામાન્ય વરસાદ અને પૂરની સ્થિતિ દર્શાવી રહ્યા છે. કર્ક રાશિથી પ્રભાવિત પૂર્વોત્તર ભારત અને ચીનમાં 11 ઓગસ્ટના સૂર્ય ગ્રહણ આસપાસ ભારે વરસાદ અને પૂર આવવાના યોગ પણ બને છે. મકર રાશિમાં ગોચર કરી રહેલા વક્રી મંગળની દ્રષ્ટિ ગ્રહણની રાશિ કર્ક હોવાથી 15 દિવસોની અંદર ચીનમાં મોટો ભૂકંપ આવી શકે છે.

ixgy7hgcuds surya grahan 201 625x300 e1533903479495 સૂર્ય ગ્રહણ 2018 : ચીન માટે અશુભ, ભારત પર પ્રભાવ વિશે જાણો અહીં

ચીનના લગ્ન મકરથી સપ્તમ ભાવમાં પડી રહેલુ આ ગ્રહણ ચીનની અર્થવ્યવસ્થામાં ભારે કડાકો લાવી શકે છે. ચીન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલા વ્યાપાર યુદ્ધ આ સૂર્ય ગ્રહણ બાદ વિશ્વના શેર બજારોમાં ભારે ઘટાડો લાવી શકે છે. જેની અસર ભારત પર પણ પડી શકે છે.

ભારતમાં સ્ટોક એક્સચેન્જમાં કેટલીક મોટી કંપનીઓના શેરોમાં વૃદ્ધિના કારણે હાલ તેજી ચાલી રહી છે. પરંતુ ગ્રહણના સમયે કર્ક રાશિમાં વક્રી બુધ ભવિષ્યમાં મોટી કંપનીઓના શેરોમાં ઘટાડાને કારણે સ્ટોક માર્કેટમાં વેચવાલી નીકળશે જ્યોતિષો એવા સંકેત આપી રહ્યા છે. સૂર્યના મંગળ દ્વારા પીડિત હોવાના કારણે અનાજ અને શાકભાજીની કિંમતોમાં વૃદ્ધિના કારણે સામાન્ય માણસોનો અસંતોષ વધશે.