Not Set/ અખિલેશ અને ડીમ્પલ યાદવનું રાજકારણ બાદ હવે આ ક્ષેત્રમાં પગલું…

લખનઉ, સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ લખનઉમાં એક હોટલ બનાવવાની તૈયારીમાં છે. લખનઉના હઝરતગંજ વિસ્તારમાં બનનારી આ હોટલમાં અખિલેશ અને એમની પત્ની ડીમ્પલ યાદવની ભાગીદારી હશે. આ જાણકારી ત્યારે સામે આવી, જયારે અખિલેશ અને ડીમ્પલ તરફથી હોટલનો નકશો પાસ કરાવવા માટે લખનઉ વિકાસ પ્રાધિકરણને આવેદન કર્યું. એક પત્ર સામે આવ્યો […]

Top Stories India
Akhilesh Yadav Dimple Yadav અખિલેશ અને ડીમ્પલ યાદવનું રાજકારણ બાદ હવે આ ક્ષેત્રમાં પગલું...

લખનઉ,

સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવ લખનઉમાં એક હોટલ બનાવવાની તૈયારીમાં છે. લખનઉના હઝરતગંજ વિસ્તારમાં બનનારી આ હોટલમાં અખિલેશ અને એમની પત્ની ડીમ્પલ યાદવની ભાગીદારી હશે. આ જાણકારી ત્યારે સામે આવી, જયારે અખિલેશ અને ડીમ્પલ તરફથી હોટલનો નકશો પાસ કરાવવા માટે લખનઉ વિકાસ પ્રાધિકરણને આવેદન કર્યું.

Master 4 અખિલેશ અને ડીમ્પલ યાદવનું રાજકારણ બાદ હવે આ ક્ષેત્રમાં પગલું...

એક પત્ર સામે આવ્યો છે, જેમાં એલડીએ પાસે જમીન નંબર 1 એ, વિક્રમાદિત્ય માર્ગ લખનઉ પર પ્રાસ્તાવિકત હિસ્બિકસ હેરીટેજ નામક હોટલના નકશા પર એનઓસી સર્ટીફીકેટની માંગ કરવામાં આવી છે. 23 હજાર વર્ગફૂટની આ જમીન 2005માં ખરીદવામાં આવી હતી.

મહત્વનું છે કે છેલ્લા કેટલાક વર્ષોથી હોટલ વ્યવસાય તેજીમાં છે. રોકાણકરોને પણ સારો ફાયદો થઇ રહ્યો છે. આ મામલામાં અખિલેશ યાદવ અથવા ડીમ્પલ યાદવ તરફથી કોઈ અધિકારીક નિવેદન આવ્યું નથી.