Interesting/ દેશના આ જીલ્લામાં ભેંસને દોહતા પહેલા પીવડાવાય છે બિયર, જાણો શું છે રહસ્ય

દેશમાં દારૂ અને બિયર પીવાના લોકોનો મોટો સમૂહ છે અને વાર તહેવારમાં દર વર્ષે લોકો કરોડો રૂપિયાનો દારૂ પી જતા હોય છે, પરંતુ શું તમે ક્યારેક સાંભળ્યું છે કે, એક ભેંસ બીયર પીવે છે.

India Trending
a 9 દેશના આ જીલ્લામાં ભેંસને દોહતા પહેલા પીવડાવાય છે બિયર, જાણો શું છે રહસ્ય

દેશમાં દારૂ અને બિયર પીવાના લોકોનો મોટો સમૂહ છે અને વાર તહેવારમાં દર વર્ષે લોકો કરોડો રૂપિયાનો દારૂ પી જતા હોય છે, પરંતુ શું તમે ક્યારેક સાંભળ્યું છે કે, એક ભેંસ બીયર પીવે છે.

આ સંભાળીને તમને મનમાં અનેક પ્રશ્નો થતા હશે, પરંતુ આ એક સત્ય છે. ઉત્તરપ્રદેશના પાટનગર લખનૌમાં એક ડેરીમાં ભેંસને બિઅરની આદત પડી ગઈ છે.

આ કિસ્સા પર નજર કરીએ તો, લખનઉની એક ડેરીમાં ભેંસ બિયર પીવે છે એટલું જ નહીં આ ડેરીમાં રહેલી બધી ભેંસ બિયર પીવે છે,અને પીધા પછીજ દૂધ આપે છે. દૂધનું ઉત્પાદન વધારવા માટે બિયર તૈયાર કર્યા પછી ભેંસને બાકીનો વધેલો ખોરાક ખવડાવવામાં આવે છે, જ્યારે તેમને બિયરનો માલબો આપવામાં આવે છે, ત્યારથી દરેક ભેંસ બેથી ત્રણ લિટર વધુ દૂધ આપી રહી છે.

આ ભેંસને બિયર આપવાથી તેના દુધના વેચાણમાં ભારે વધારો થયો છે. આ માટે ભેંસને ખવડાવવામાં આવતી બીયર જવમાંથી તૈયાર કરવામાં આવે છે અને બિયર તૈયાર કર્યા પછી જે કુચા બહાર આવે છે તે કોઈને સાથે ભેળવીને તેમને ખવડાવવામાં આવે છે.