Not Set/ Jawaએ ભારતમાં લોન્ચ કરી પોતાની નવી બાઈક, રોયલ ઇનફિલ્ડને આપી શકે છે ટક્કર

નવી દિલ્હી, દેશની લોકપ્રિય ટુ વ્હીલર કંપની જાવા દ્વારા ભારતમાં પોતાની નવી એક મોટરસાયકલ લોન્ચ કરવામાં આવી છે. આ કંપનીએ ભારતીય બજારમાં ૨૨ વર્ષ બાદ એન્ટ્રી કરી છે. માનવામાં આવી રહ્યું છે કે, Jawaની આ નવી બાઈક રોયલ ઇનફિલ્ડ Classic 350ને ટક્કર આપી શકે છે. Jawa દ્વારા આ મોટરસાયકલની કિંમત ૧.૬૪ લાખ રૂપિયા રાખવામાં આવી […]

Trending Tech & Auto
Mahindra Jawa 250 Jawaએ ભારતમાં લોન્ચ કરી પોતાની નવી બાઈક, રોયલ ઇનફિલ્ડને આપી શકે છે ટક્કર

નવી દિલ્હી,

દેશની લોકપ્રિય ટુ વ્હીલર કંપની જાવા દ્વારા ભારતમાં પોતાની નવી એક મોટરસાયકલ લોન્ચ કરવામાં આવી છે. આ કંપનીએ ભારતીય બજારમાં ૨૨ વર્ષ બાદ એન્ટ્રી કરી છે.

માનવામાં આવી રહ્યું છે કે, Jawaની આ નવી બાઈક રોયલ ઇનફિલ્ડ Classic 350ને ટક્કર આપી શકે છે.

Jawa દ્વારા આ મોટરસાયકલની કિંમત ૧.૬૪ લાખ રૂપિયા રાખવામાં આવી છે, જયારે Jawa 42ની કિંમત .૧.૫૫ લાખ રૂપિયા રખાઈ છે.

e7e26146103067.5847f4bc367f6 Jawaએ ભારતમાં લોન્ચ કરી પોતાની નવી બાઈક, રોયલ ઇનફિલ્ડને આપી શકે છે ટક્કર
tech-auto-royal-enfield-rival-jawa-motorcycle-launched-india

આ ઉપરાંત કંપની દ્વારા ફેક્ટરી કસ્ટમ બોબર Jawa Perak પણ રજૂ કર્યું છેમ જેની કિંમત ૧.૮૯ લાખ રૂપિયા રાખવામાં આવી છે.

Jawaના બે મોડલમાં ૨૯૩ ccનું સિંગલ સિલિન્ડર એન્જિન આપવામાં આવ્યું છેમ જે BS6 છે. જયારે Jawa Perakનું એન્જિન ૩૩૪ CC છે.

આ ઉપરાંત બાઈકમાં ૬ સ્પીડ ગિયરબોક્સ આપવામાં આવ્યું છે, તેમજ ફ્રન્ટમાં ટેલિસ્કોપિક સસ્પેન્શન, રિયરમાં ગેસ ચાર્જ સોક એબ્જોર્બર અપાયું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, જાવાએ ભારત સહિત દુનિયાભરમાં એક લોકપ્રિય મોટરસાયકલ બ્રાંડ હતી, પરંતુ ભારતમાં કંપની દ્વારા ૧૯૯૬માં પોતાનો બિઝનેસ બંધ કર્યો હતો.

જો કે હાલમાં આ કંપનીએ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા સાથે ભાગીદારી કરીને બીજીવાર ભારતમાં એન્ટ્રી કરી છે.