annouced/ રક્ષાક્ષેત્રમાં ખાનગીકરણ વધારવાનો પ્રયાસ, સેનાને આધુનિક બનાવવા પ્રતિબદ્ધ : PM મોદી

રક્ષાક્ષેત્રમાં ખાનગીકરણ વધારવાનો પ્રયાસ, સેનાને આધુનિક બનાવવા પ્રતિબદ્ધ : PM મોદી

India
accident 16 રક્ષાક્ષેત્રમાં ખાનગીકરણ વધારવાનો પ્રયાસ, સેનાને આધુનિક બનાવવા પ્રતિબદ્ધ : PM મોદી
  • ખાનગી સેકટરનો હિસ્સો પણ જરૂરી
  • અમે વૈજ્ઞાનિકોની ક્ષમતા પર વિશ્વાસ મુકયો
  • ભારતનું સ્વદેશી વિમાન છે તેજસ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે સંરક્ષણ ક્ષેત્રને લગતા એક કાર્યક્રમમાં કહ્યું હતું કે આઝાદી પછી પહેલીવાર સંરક્ષણ ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રની ભાગીદારીમાં એટલો વધારો કરવા પર ભાર આપવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું કે એક સમય એવો હતો કે જ્યારે આપણું લડાયક વિમાન તેજસ ફાઇલોમાં બંધ થવા જઈ રહ્યું હતું. પરંતુ અમારી સરકારે તેજસની ક્ષમતાઓ પર વિશ્વાસ રાખ્યો અને તે આજે આકાશમાં ઉડાન ભરી રહ્યું છે.

Election / છેલ્લા કલાકોમાં એવો તે કયો જાદુ થયો કે મતદાનની ટકાવારી અચાનક વધી ગઈ

થોડા અઠવાડિયા પહેલા 48 હજાર કરોડનો ઓર્ડર મૂકવામાં આવ્યો છે. બુલેટ પ્રૂફ જેકેટ્સ માટે અમારા સૈનિકોને લાંબી રાહ જોવી પડી હતી, પરંતુ આજે આપણે ફક્ત આપણા દેશ માટે જ નહીં, પણ તેને અન્ય દેશો માટે પણ બનાવવાની ક્ષમતા વધારી રહ્યા છીએ.

Covid-19 / મહારાષ્ટ્રમાં કોરોના ચિંતાજનક સ્તરે, છેલ્લાં 24 કલાકમાં 6,900થી વધુ કેસ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે સરકાર ખાનગી ક્ષેત્રને આગળ લાવવા તેમના ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસમાં કામ કરી રહી છે. અર્થતંત્રના અન્ય ક્ષેત્રની તુલનામાં સંરક્ષણ ક્ષેત્રે સરકારની દખલઅંદાજી  ઘણી વધારે છે. સરકાર એકમાત્ર ખરીદનાર છે. આ ક્ષેત્ર રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલ છે. પરંતુ તે જ સમયે, 21 મી સદીના સંરક્ષણ ઉત્પાદન ખાનગી ક્ષેત્ર સાથે ભાગીદારી વિના ઉભા રહી શકશે નહીં.