સોનાના ભાવ રેકોર્ડ ઊંચાઈ પર છે. જો કે તાજેતરના સમયમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો છે. પરંતુ હજુ પણ ભારતમાં સોનું 71 હજાર રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ છે. દેશના મોટાભાગના લોકો સોનું ખરીદવાનું પસંદ કરે છે. દેશમાં તહેવારો અને લગ્નની સિઝનમાં સોનાની મોટાપાયે ખરીદી થાય છે. પરંતુ શું તમે જાણો છો કે વિશ્વમાં કયા દેશમાં સૌથી વધુ સોનાનો ભંડાર છે? વાસ્તવમાં, કોઈપણ દેશની આર્થિક સ્થિરતા સુનિશ્ચિત કરવા માટે સોનું મહત્વપૂર્ણ માનવામાં આવે છે. વિશ્વના ઘણા દેશો પાસે સોનાનો વિશાળ ભંડાર છે. આ એટલા માટે છે કે જો ક્યારેય આર્થિક સંકટ આવે તો આ સોનાનો ઉપયોગ કરી શકાય. ગોલ્ડ સ્ટાન્ડર્ડ 18મી સદીના અંતમાં અપનાવવામાં આવ્યું હતું.
દુનિયાના કયા દેશ પાસે છે સૌથી વધુ સોનું
જો દુનિયામાં સૌથી વધુ સોનાની વાત કરીએ તો અમેરિકા ટોચ પર છે. આ મામલે દુનિયાનો કોઈ દેશ તેની નજીક પણ નથી. અમેરિકાની તિજોરીમાં 8133 ટન સોનું જમા છે. આ પછી બીજા સ્થાને યુરોપિયન દેશ જર્મની છે. સેન્ટ્રલ બેંક ઓફ જર્મનીની તિજોરી 3367 ટન સોનાથી ભરેલી છે. પરંતુ જો આપણે જોઈએ તો તે અમેરિકાની સરખામણીમાં ઘણું ઓછું છે. જર્મની પછી ઈટાલી ત્રીજા સ્થાને છે. ઇટાલી પાસે 2452 ટન સોનાનો ભંડાર છે. ફ્રાંસ પાસે 2436.06 ટન, રશિયા પાસે 2333 ટન, ચીન પાસે 2192 ટન, સ્વિટ્ઝર્લેન્ડ પાસે 1040 ટન સોનું છે. આ પછી જાપાન છે. જાપાન પાસે 847 ટન સોનાનો ભંડાર છે.
ભારત પાસે કેટલું છે સોનું
ભારત અને ચીન હંમેશા સોનાની ખરીદીમાં સૌથી આગળ રહે છે. વિશ્વમાં સોનાનો સૌથી વધુ વપરાશ ચીનમાં થાય છે. આ પછી ભારતનો વારો આવે છે. સોનાના ભંડારની વાત કરીએ તો ભારત વિશ્વના ટોચના 10 દેશોમાં સામેલ છે. ભારત પાસે 801 ટન સોનાનો ભંડાર છે, જે વિશ્વમાં 9મા ક્રમે છે. તે જ સમયે, ભારતમાં સામાન્ય લોકો પાસે લગભગ 25 હજાર ટન સોનું છે. આ વિશ્વમાં સૌથી વધુ છે. સોનાના ભંડારની વાત કરીએ તો ભારત પછી નેધરલેન્ડ, તુર્કી, તાઇવાન, પોર્ટુગલ અને ઉઝબેકિસ્તાન વગેરે આવે છે.
19મી સદીમાં, આ ગોલ્ડ સ્ટાન્ડર્ડ વિશ્વભરની અર્થવ્યવસ્થાઓનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો. ગોલ્ડ સ્ટાન્ડર્ડ સત્તાવાર રીતે 1970માં ત્યજી દેવામાં આવ્યું હતું, પરંતુ દેશોએ હજુ પણ તેમના સોનાના ભંડાર જાળવી રાખ્યા હતા. હવે, વિશ્વના અર્થતંત્રમાં ઝડપથી વધી રહેલી અનિશ્ચિતતાને જોતાં, સોનાના ભંડારની માંગ ઝડપથી વધી રહી છે. વિશ્વમાં રોકેટ ગતિએ સોનાના ભાવ વધી રહ્યા છે. પરંતુ આજે પણ લોકોમાં આર્થિક સ્થિરતા અને સુરક્ષા માટે સોનાની ખરીદીને મહત્વ આપી રહ્યા છે. ખાસ કરીને ભારતીયોમાં આજે પણ સોનું ખરીદવાનો ક્રેઝ છે.
આ પણ વાંચો:વિવાદિત ટીપ્પણી બાદ કનુ દેસાઈએ માફી માંગી!
આ પણ વાંચો:ભાજપ કરતાં કોંગ્રેસના ઉમેદવારનો ચૂંટણી ખર્ચ વધુ
આ પણ વાંચો:રાજ્યમાં આગામી પાંચ દિવસ યલો એલર્ટ, મતદાનના દિવસે ગરમીનો પારો ઊંચો જશે