Not Set/ પુતિન સાથે ઐતિહાસિક બેઠકમાં ભાગ લેવા ટ્રમ્પ પહોંચ્યા હેલસિન્કી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે એક મહત્વના સંમેલન માટે ફિનલેન્ડની રાજધાની હેલસિન્કી પહોંચી ગયા છે. બંને નેતાઓ અમેરિકા અને રશિયા વચ્ચેના સંબંધોની સાથે રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દે પણ કરશે. જણાવી દઈએ કે ટ્રમ્પએ માર્ચમાં ચૂંટણી જીતવા પર પુતિનને અભિનંદન આપ્યા હતા. ત્યારબાદ ટ્રમ્પ અને પુતિને બેઠક કરવા માટેની ચર્ચા કરી હતી. […]

Top Stories World
5b4907504b62561e008b4a91 750 375 પુતિન સાથે ઐતિહાસિક બેઠકમાં ભાગ લેવા ટ્રમ્પ પહોંચ્યા હેલસિન્કી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે એક મહત્વના સંમેલન માટે ફિનલેન્ડની રાજધાની હેલસિન્કી પહોંચી ગયા છે. બંને નેતાઓ અમેરિકા અને રશિયા વચ્ચેના સંબંધોની સાથે રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દે પણ કરશે.

જણાવી દઈએ કે ટ્રમ્પએ માર્ચમાં ચૂંટણી જીતવા પર પુતિનને અભિનંદન આપ્યા હતા. ત્યારબાદ ટ્રમ્પ અને પુતિને બેઠક કરવા માટેની ચર્ચા કરી હતી. આ સંમેલન માં બંને રાષ્ટ્રપતિઓ વચ્ચે સીધી વાતચીત થશે. તથા સંમેલન ની સમાપ્તિ પર સંયુક્ત સંવાદદાતા સંમ્મેલન થશે. બંને નેતાઓ એક સંયુક્ત નિવેદન પણ આપી શકે છે.

180706141203 gfx trump putin meet 3 super tease e1531725593662 પુતિન સાથે ઐતિહાસિક બેઠકમાં ભાગ લેવા ટ્રમ્પ પહોંચ્યા હેલસિન્કી

હેલસિન્કીમાં થવા જઈ રહેલા દ્વિપક્ષીય સંમેલન માં ટ્રમ્પ સિંગાપુરના શાનદાર અનુભવને ફરી જીવવા માંગે છે. ટ્રમ્પએ ગયા મહિને સિંગાપુરમાં ઉત્તર કોરિયાના નેતા કિમ જોન્ગ ઉન સાથે ઐતિહાસિક મુલાકાત કરી હતી. બંને રાષ્ટ્રપતિઓના વિશાળ રાજનીતિક કદના કારણે, આ પુરા કાર્યક્રમ પર મીડિયાની તેજ નજર છે.

અમેરિકાના વિદેશમંત્રી માઈક પૉમ્પિયોનું કહેવાનું છે કે હાલની રાજનીતિક હાલતો વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના એમના સમકક્ષ વ્લાદિમીર પુતિન વચ્ચેનું સંમેલન નિશ્ચિત સમય પર જ થવું જોઈએ. 2016માં થયેલી અમેરિકાની રાષ્ટ્રપતિની ચૂંટણીઓમાં રશિયાના કથિત હસ્તક્ષેપને લઈને રશિયાના 12 ગુપ્ત એજન્સીઓના અધિકારીઓ વિરુદ્ધ તહોમતનામું દાખલ કરવામાં આવ્યું છે.

16trump articleLarge પુતિન સાથે ઐતિહાસિક બેઠકમાં ભાગ લેવા ટ્રમ્પ પહોંચ્યા હેલસિન્કી

કોંગ્રેસમાં વરિષ્ઠ ડેમોક્રેટ્સે ટ્રમ્પને સોમવારે આહવાન કર્યું હતું કે તેઓ ફિનલેન્ડમાં પુતિન સાથેની મુલાકાત રદ્દ કરી દે. તેમ છતાં પણ પૉમ્પિયોએ જણાવ્યું કે મને લાગે છે કે આ ખુબ જરૂરી છે કે બંનેની મુલાકાત થાય. મહત્વનું છે કે આ પહેલા એવી અટકળો હતી કે અમેરિકા દ્વારા રશિયાના 12 ગુપ્ત એજન્સીના અધિકારીઓ પર આરોપ લગાવાયાના કારણે આ બેઠક રદ્દ થઇ શકે છે.