Not Set/ પ્રિયા સંપડાઈ વિવાદોમાં, હૈદરાબાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

મલયાલમ ફિલ્મ ઉરુ અદર લવનું ટ્રેલર મંગળવારે રાત્રે રિલીઝ થયું હતું. ફિલ્મના આ ટ્રેલરમાં ટીનેજર પ્રિયા અને રોશન ક્લાસ રૂમમાં બેઠેલા જોવા મળે છે અને તેઓ એકબીજા સાથે ઇશારાથી વાતો કરી રહ્યા છે. આ દરમ્યાન પ્રિયા તેની આંગળીથી ગન બનાવીને તેને કિસ કરીને રોશન પર નિશાનો મારતી જણાય છે. રોશન તેની આ કાતિલ હરકતથી ઘાયલ […]

Entertainment

મલયાલમ ફિલ્મ ઉરુ અદર લવનું ટ્રેલર મંગળવારે રાત્રે રિલીઝ થયું હતું. ફિલ્મના આ ટ્રેલરમાં ટીનેજર પ્રિયા અને રોશન ક્લાસ રૂમમાં બેઠેલા જોવા મળે છે અને તેઓ એકબીજા સાથે ઇશારાથી વાતો કરી રહ્યા છે. આ દરમ્યાન પ્રિયા તેની આંગળીથી ગન બનાવીને તેને કિસ કરીને રોશન પર નિશાનો મારતી જણાય છે. રોશન તેની આ કાતિલ હરકતથી ઘાયલ થઇ જાય છે.

મહત્વનું છે કે, પ્રિયા અને રોશન બંનેની આ પ્રથમ ફિલ્મ છે અને આ ફિલ્મ ઈદ પર રિલીઝ થશે.

આ ફિલ્મના એક નાના વિડીયોને લઈને ફિલ્મની હિરોઈન પ્રિયા અને પ્રોડયુસર સામે હૈદરાબાદમાં ફરિયાદ નોંધાઈ છે. કેટલાક મુસ્લિમ છોકરાઓનું એવું કહેવું છે કે, આ ગીત ને લીધે અમારા ધર્મની લાગણી દુભાઈ છે. ગીતના શબ્દનો પ્રયોગ એ અમારા ધર્મની વિરુદ્ધ કરેલો છે. અમને ફિલ્મની હિરોઈન પ્રિયા પ્રકાશ સામે કોઈ વાંધો  નથી પરંતુ ફિલ્મમાં  જે ગીત દર્શાવ્યું છે તેનાથી અમને વાંધો છે. આ ગીતને શન રહમાને કમ્પોઝ કર્યું છે, જયારે ઓમર લુલુએ ફિલ્મનું ડાયરેકશન કરેલું છે.

તમને જણાવી દઈએ કે પ્રિયા વિમલા કોલેજમાં બી.કોમના પહેલા વર્ષમાં ભણતી પ્રિયા એ હદે પ્રખ્યાત થઇ ગઈ કે આજે ૨ મિલિયન લોકો તેને ઇન્સ્તાગ્રામમાં ફોલો કરી રહ્યા છે. આટલા બધા ચાહકોના સતત ફોલોઅપના કારણે કંટાળેલી પ્રિયાએ હોસ્ટેલમાં રહેવા જવાનું નક્કી કર્યું છે.

માત્ર એક જ દિવસમા ઇન્સ્તાગ્રામમાં પ્રિયાના ફોલોઅર્સ વધીને ૧.૮ મિલિયન થઇ ગયા હતા.

આ વિશે પ્રિયાની માતા પ્રીથાએ કહ્યું કે આટલા બધા ફોલોઅર્સ વધી જશે એ અમે સપનામાં પણ વિચાર્યું નહતું. એટલું  જ નહી પણ ફિલ્મ ઉરુ અદર લવના ડાયરેક્ટરે પણ ફિલ્મ રિલીઝ પહેલા પ્રિયાને કોઈ પણ ઇન્ટરવ્યું કરવાની ના પડી દીધી છે અને તે માત્ર ફિલ્મ રિલીઝ થયા બાદ જ ઇન્ટરવ્યું આપી શકશે.

માત્ર એક જ દિવસમા ઇન્સ્તાગ્રામમાં પ્રિયાના ફોલોઅર્સ વધીને ૧.૮ મિલિયન થઇ ગયા હતા.

આ વિશે પ્રિયાની માતા પ્રીથાએ કહ્યું કે આટલા બધા ફોલોઅર્સ વધી જશે એ અમે સપનામાં પણ વિચાર્યું નહતું. એટલું  જ નહી પણ ફિલ્મ ઉરુ અદર લવના ડાયરેક્ટરે પણ ફિલ્મ રિલીઝ પહેલા પ્રિયાને કોઈ પણ ઇન્ટરવ્યું કરવાની ના પડી દીધી છે અને તે માત્ર ફિલ્મ રિલીઝ થયા બાદ જ ઇન્ટરવ્યું આપી શકશે.

એક પછી એક પ્રિયા વારિયર અનેક મુશ્કેલીનો સામનો કરી રહી છે.પહેલા તેને હોસ્ટેલ જવું પડ્યું અને ત્યારબાદ હૈદરાબાદમાં કેટલાક મુસ્લિમ યુવાનોએ ફિલ્મના ગીતને લઈને ફરિયાદ નોંધી છે. એટલું જ નહી પરંતુ આ વાતને સમર્થન આપવા માટે સોશિયલ મીડિયાનો સહારો લઈને વિડિયો પણ મૂકી રહ્યા છે. પરંતુ હજુ સુધીમાં કોઈ એફઆઈઆર નોંધવામાં નથી આવી.