ભાવ વધારો/ પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં વધારો, આવતા દિવસોમાં 5 રૂપિયા સુધી થઇ શકે છે મોંઘુ

છેલ્લા 5 દિવસમાં ચોથી વખત ડીઝલનાં ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં ડીઝલની કિંમત 5 દિવસમાં 95 પૈસા પ્રતિ લીટર વધી છે.

Top Stories Business
11 235 પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં વધારો, આવતા દિવસોમાં 5 રૂપિયા સુધી થઇ શકે છે મોંઘુ

આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઈલનાં ઉછાળાની અસર હવે સ્થાનિક બજારમાં પણ દેખાઈ રહી છે. સરકારી તેલ કંપનીઓએ મંગળવારે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં વધારો કર્યો છે. ડીઝલની કિંમતમાં પ્રતિ લીટર 25 પૈસા અને પેટ્રોલનાં ભાવમાં 20 થી 22 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો – ભાવ વધારો / ડીઝલનાં ભાવમાં એકવાર ફરી ભડકો, સતત બીજા દિવસે વધ્યો ભાવ

છેલ્લા 5 દિવસમાં ચોથી વખત ડીઝલનાં ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં ડીઝલની કિંમત 5 દિવસમાં 95 પૈસા પ્રતિ લીટર વધી છે. મંગળવારે દિલ્હી બજારમાં ઈન્ડિયન ઓઇલ (IOC) પંપ પર પેટ્રોલ 101.39 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 89.57 રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી ગયું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં, ક્રૂડ ઓઇલ (બ્રેન્ટ ક્રૂડ) ફરી એક વખત $ 80 ની નજીક પહોંચી ગયું છે. આ સાથે ક્રૂડ ઓઇલ ત્રણ વર્ષની ઉંચી સપાટીએ પહોંચી ગયું છે.

11 237 પેટ્રોલ-ડીઝલનાં ભાવમાં વધારો, આવતા દિવસોમાં 5 રૂપિયા સુધી થઇ શકે છે મોંઘુ

અગાઉ ઓક્ટોબર 2018 માં તે 78.24 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું હતું. ક્રૂડ ઓઈલનાં ભાવમાં વધારાને કારણે આગામી દિવસોમાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં 5 રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે. ઇંધણ નિષ્ણાતોએ આ અંદાજ આપ્યો છે. IIFL સિક્યોરિટીઝનાં વાઇસ પ્રેસિડન્ટ (કરન્સી એન્ડ એનર્જી રિસર્ચ) અનુજ ગુપ્તાએ જણાવ્યું કે, છેલ્લા એક મહિનામાં ક્રૂડ ઓઇલ 69.70 ડોલર પ્રતિ બેરલથી વધીને 80 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. ક્રૂડ ઓઈલમાં એક મહિનામાં લગભગ 12 ટકાનો વધારો નોંધાયો છે.

આ પણ વાંચો – IPL 2021 / RCB વિરુદ્ધ હાર બાદ આ ખેલાડી પર ભડક્યા Fans, T20 WC ટીમમાંથી બહાર નિકાળવાની ઉઠી માંગ

આગામી દિવસોમાં કાચા તેલની કિંમતમાં ઘટાડો થવાની કોઈ આશા નથી, કારણ કે વિશ્વભરમાં રસીકરણની ગતિને કારણે કાચા તેલની માંગ વધી છે. માંગમાં વધારા સાથે પુરવઠાની આપૂર્તિ થઇ રહી નથી. તેનાથી ભાવમાં વધુ વધારો થવાની ધારણા છે. ભારતીય તેલ બજાર પર આની અસર ચોક્કસ છે. ભારતીય બજારમાં પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં પાંચ રૂપિયાનો વધારો આવતા મહિનામાં જોવા મળી શકે છે. કેડિયા કોમોડિટીનાં ડિરેક્ટર અજય કેડિયાએ કહ્યું કે, વિશ્વભરમાં કોરોનાનાં નવા કેસોમાં સતત ઘટાડો અને રસીકરણની વધતી ગતિને કારણે આર્થિક પ્રવૃત્તિઓ ખુલી છે. આ કારણે તેલની માંગ ઝડપથી વધી રહી છે. પરિણામે ક્રૂડ ઓઇલનાં ભાવ આસમાને છે. આ સિવાય ડોલર ઇન્ડેક્સ મજબૂત થયો છે, જેના કારણે રૂપિયો નબળો પડ્યો છે. અમે અમારી 80% થી વધુ ક્રૂડની જરૂરિયાત આયાત કરીએ છીએ અને તેને ખરીદવા માટે આપણે ડોલરમાં ચૂકવણી કરવી પડશે. આવી સ્થિતિમાં રૂપિયો નબળો પડવાના કારણે ક્રૂડ ઓઈલની કિંમત વધી રહી છે.