Not Set/ રાજ્યમાં ભારે વરસાદની આગાહી, આગામી ત્રણ દિવસ રાજ્યમાં વરસી શકે છે ભારે વરસાદ

ગુજરાત રાજ્યમાં વરસાદી સિસ્ટમ ફરી સક્રિય થઈ છે. જે સંદર્ભે હવામાન વિભાગે આવનારા પાંચ દિવસ માટે વરસાદની આગાહી અને વોર્નિંગ આપી છે. આગામી પાંચ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય વરસાદ પડી શકે છે. જ્યારે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના ગીર-સોમનાથી જિલ્લામાં ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં […]

Top Stories Gujarat Trending
Many celebrities celebrate independence day Parade in New York 5 રાજ્યમાં ભારે વરસાદની આગાહી, આગામી ત્રણ દિવસ રાજ્યમાં વરસી શકે છે ભારે વરસાદ

ગુજરાત

રાજ્યમાં વરસાદી સિસ્ટમ ફરી સક્રિય થઈ છે. જે સંદર્ભે હવામાન વિભાગે આવનારા પાંચ દિવસ માટે વરસાદની આગાહી અને વોર્નિંગ આપી છે. આગામી પાંચ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય વરસાદ પડી શકે છે.

જ્યારે દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના ગીર-સોમનાથી જિલ્લામાં ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે ઉત્તર ગુજરાત માટે વરસાદની કોઈ શક્યતા વ્યક્ત કરવામાં નથી આવી.

રાજ્યમાં દમણ, દાદરાનગર હવેલી, દીવ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મધ્યમથી સામાન્ય વરસાદ પડી શકે છે. તો ક્યાંક વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પણ પડી શકે છે.

દક્ષિણ ગુજરાતના વલસાડ અને નવસારીમાં પણ ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે.

ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની આગાહી અનુસાર છેલ્લ્લા 3 દિવસથી રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયેલો રહ્યો હતો. ત્યારે હવે  આગાહી કરવામાં આવી છે. તેથી હવે જગતના તાત પણ આનંદની લાગણી અનુભવી રહ્યા છે.