Not Set/ પોલીસે મહેકાવી માનવતા, ચાલવામાં અશક્ત વૃદ્ધાને પીઠ પર બેસાડી સ્થળાંતરિત કર્યા

દરિયાકાંઠા આને અસર ગ્રસ્ત વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળો પર સ્થાનાંતરિત કરવાની જવાબદારી પૂરી નિષ્ઠા સાથે ગુજરાત પોલીસ નિભાવી રહી છે. ત્યારે ફરી એક વાર પોલીસની માનવતા ના દ્રશ્યો જોવા મળ્યા છે. 

Gujarat Trending
kachbo 7 પોલીસે મહેકાવી માનવતા, ચાલવામાં અશક્ત વૃદ્ધાને પીઠ પર બેસાડી સ્થળાંતરિત કર્યા

કોરોના કાળમાં તો ગુજરાત પોલીસની માનવતા અને બદશલુકી બંને જોયા. ત્યારે હવે તાઉ-તે વાવાઝોડાના કહેર વચ્ચે પણ પોલીસ પોતાની ફરજ બજાવી રહી છે. દરિયાકાંઠા આને અસર ગ્રસ્ત વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળો પર સ્થાનાંતરિત કરવાની જવાબદારી પૂરી નિષ્ઠા સાથે ગુજરાત પોલીસ નિભાવી રહી છે. ત્યારે ફરી એક વાર પોલીસની માનવતા ના દ્રશ્યો જોવા મળ્યા છે.

‘તાઉ-તે” વાવાઝોડું ઉત્તર દિશામાં કલાકમાં 17 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન ખાતા દ્વારા જણાવ્યાનુસાર આ વાવાઝોડું આજે રાત્રે પોરબંદર અને મહુવાની વચ્ચે ગુજરાતમાં રાત્રિના 08.00 થી 11.00 કલાક દરમિયાન 155 થી 165 કિ.મી. પ્રતિ કલાક પવનની ગતિથી પ્રવેશવાની શકયતા છે. પવનની ઝડપ 185 કિ.મી. પ્રતિ કલાક સુધી વધી શકે છે. દક્ષિણ ગુજરાતના અને સાગરકાંઠાના અન્ય જિલ્લાઓમાં પણ પવનની ઝડપ 155 થી 165 કિ.મી./કલાક રહેવાની શકયતા છે. ત્યારે દરિયા કાંઠા ના વિસ્તારોમાં રહેતા લોકોને સલામત સ્થળે ખેડવામાં આવી રહ્યા છે.

ત્યારે આ વાવાઝોડાની અસર રાજકોટ જિલ્લામાં પણ થવાની હોય અસરગ્રસ્ત ગામડાઓમાં કાચા મકાન અને ઝૂંપડામાં રહેતા લોકોનું આજે સવારે સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ત્યારે પડધરીમાં નીચાણવાળા વિસ્તારમાં પોલીસ સાથે સ્થળાંતરણની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સમયે પોલીસ જવાને ચાલી ન શકતા મોટી ઉંમરના વૃદ્ધાને પોતાની પીઠ પર ઉંચકી સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા.

કેટલાક જાગૃત નાગરિકો દ્વારા આ દ્રશ્યો  પોતાના મોબાઇલમાં કેદ કરી વિડીયો સોશિયલ મીડિયામાં વાઇરલ કર્યો હતો. જેમાં  એક પોલીસ જવાને મોટી ઉંમરના વૃદ્ધા ચાલી શકતા ન હોવાથી પોતાની પીઠ પર ઉંચકી સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા.