Not Set/ હવાઇ યાત્રામાં નડ્યું કોરોનાનું ગ્રહણ, મુંબઇ સાથેની કનેક્ટિવિટીમાં યાત્રીઓમાં ધરખમ ઘટાડો

કોરોના કાળમાં ટ્રેન અને આંતરરાજ્ય સેવામાં જ્યાં વારંવાર વિક્ષેપ આવી રહ્યા છે ત્યાં હવે હવાઇ યાત્રા કરતા મુસાફરોની સંખ્યામાં ઘટાડો થયો હોવાનો અહેવાલ સામે આવ્યા છે.

Trending Business
election 22 હવાઇ યાત્રામાં નડ્યું કોરોનાનું ગ્રહણ, મુંબઇ સાથેની કનેક્ટિવિટીમાં યાત્રીઓમાં ધરખમ ઘટાડો

કોરોના કાળમાં ટ્રેન અને આંતરરાજ્ય સેવામાં જ્યાં વારંવાર વિક્ષેપ આવી રહ્યા છે ત્યાં હવે હવાઇ યાત્રા કરતા મુસાફરોની સંખ્યામાં ઘટાડો થયો હોવાનો અહેવાલ સામે આવ્યા છે. તેમાંય ખાસ કરીને એક રાજ્યમાં સાથે જ્યાં ગુજરાતની હવાઇ યાત્રા હંમેશા હાઉસફુલ થતી હતી તે હવે ખાલીખમ રહેવા લાગી છે.

હવાઇ મુસાફરી કરતા યાત્રીઓમાં આવ્યો ઘટાડો

મુંબઇ સાથેની કનેક્ટિવિટીમાં યાત્રીઓમાં ધરખમ ઘટાડો

વધતા કોરોના કેસને પગલે મુંબઇ સાથેની યાત્રાને અસર

અમદાવાદથી મુંબઇની મોટાભાગની ફ્લાઇટ ખાલીખમ

election 23 હવાઇ યાત્રામાં નડ્યું કોરોનાનું ગ્રહણ, મુંબઇ સાથેની કનેક્ટિવિટીમાં યાત્રીઓમાં ધરખમ ઘટાડો

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના સંક્રમણ વધતાં તેની અસર ફ્લાઇટના મુસાફરો પર પણ પડી છે. છેલ્લા પાંચ દિવસથી અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટમાં અવર-જવર કરતાં મુસાફરોની સંખ્યામાં ખાસ્સો ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલની સ્થિતિમાં ખૂબ જ અગત્યનું કામ હોય તેવા લોકો જ મુસાફરી કરવાનું પસંદ કરી રહ્યા છે. જેના પગલે અમદાવાદ એરપોર્ટ ખતો ફ્લાઇટમાં ૮૦ ટકાએ પહોંચેલા પેસેન્જનર લોડ ફેક્ટરનો ગ્રાફ સીધો ૫૦ ટકાની અંદર આવી ગયો છે.

બપોરના સમયે અમદાવાદ એરપોર્ટ ખાલીખમ

નવી ફ્લાઇટો શરૂ થયા બાદ હવે યાત્રીઓ ઘટ્યા

election 24 હવાઇ યાત્રામાં નડ્યું કોરોનાનું ગ્રહણ, મુંબઇ સાથેની કનેક્ટિવિટીમાં યાત્રીઓમાં ધરખમ ઘટાડો

કોરોનાના કેસમાં ઘટાડો થવાને પગલે લોકોમાં ડર ઓછો થઇ જતાં ડોમેસ્ટિક ફ્લાઇટમાં મુસાફરોની સંખ્યામાં ધીરે-ધીરે વધારો થઇ રહ્યો હતો, જોકે હવે બપોરના સમયે તો ટર્મિનલ સાવ ખાલીખમ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.  પેસેન્જર લોડ ફેક્ટર ૮૦થી ૮૫ ટકા   પહોંચી જતાં ઈન્ડિગો અને સ્પાઇસ જેટ એરલાઇન્સ દ્વારા અનેક નવા ડોમેસ્ટિક સેક્ટરની ફ્લાઇટ પણ શરૃ કરી દેવાઇ હતી.પરંતુ નવી ફ્લાઇટોને પણ મુસાફરો મળી નથી રહ્યા.

મહારાષ્ટ્ર-રાજસ્થાન યાત્રા માટે કોરોના ટેસ્ટ ફરજિયાત

મુસાફરો ઓછા રહેશે તો ફ્લાઇટો બંધ કરાશે

ગુજરાતથી મહારાષ્ટ્ર-રાજસ્થાન જનારા મુસાફરો માટે ટેસ્ટ ફરજીયાત છે. જેના કારણે મહારાષ્ટ્ર જનારા મુસાફરોની સંખ્યામાં પણ ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે. એક એરલાઇન્સના અધિકારીએ જણાવ્યું કે, ‘મુસાફરોની સંખ્યા આ જ રીતે ઓછી રહી તો અમારે આવનારા સમયમાં ઘણા સેક્ટરની ફ્લાઇટ બંધ કરવી પડશે.