સુરત/ મોબાઇલ માટે ઠપકો આપતા વિફરેલા પુત્રએ પિતાની હત્યા કરી

ત્નીએ ડોલીએ પતિ અર્જુન બાથરૂમમાં પડી ગયા હોવાનું રટણ કર્યુ હતું. પરંતુ 17 વર્ષના પુત્રની આકરી પુછપરછ કરતા મોબાઇલ ફોન પર પોતે….

Gujarat Others
Untitled 14 મોબાઇલ માટે ઠપકો આપતા વિફરેલા પુત્રએ પિતાની હત્યા કરી

ગુજરાતમાં અને ખાસ કરી ને સુરતમાં મોબાઇલને લઈને ધર ધરમાં ઝગડા થતા હોય છે અને ગંભીર ગુનાઓ સુધી વાત પહોંચી જતી હોય છે ગેમ રમવા બાબતે ઠપકો આપતા સગીરે પિતાની હત્યા કરી જે બાબતે ઇચ્છપોર પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી….

સુરતના હજીરા રોડના કવાસ ગામની ઘટના સામે આવી જેમાં પહેલા તો પત્ની અને પુત્રએ બાથરૂમમાં પડી જતા ઇજા થવાથી મોત થયાનું જુઠાણું પોલીસ સામે ચલાવ્યું હતું જો કે તબીબોને શંકા જતા ફોરેન્સિક પીએમમાં હત્યાનું કર્યાનું બહાર આવ્યું જેથી પોલીસે તાત્કાલિક ગંભીરતા થી લઈ ગુનો નોંધી તપાસ શરૂ કરી.હજીરા રોડના કવાસ ગામમાં રોજ બરોજ મોબાઇલમાં ગેમ રમવા બાબતે ઠપકો આપતા સગીર પુત્રએ પિતાનું ગળું દબાવી હત્યા કર્યા બાદ બાથરૂમમાં પડી જતા થયેલી ઇજાથી મોત થયું હોવાનું જુઠાણું ચલાવ્યું હતું. જો કે તબીબોને શંકા જતા ફોરેન્સિક પોસ્ટમોર્ટમમાં હત્યાનું સ્પષ્ટ થતા હત્યારા સગીર પુત્રની અટકાયત કરી છે….

હજીરા રોડના કવાસ ગામમાં રહેતા અને હાલ બેકાર અર્જુન અરૂણ સરકારને મંગળવારે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો જયાં તબીબોએ મૃત જાહેર કર્યા હતા. તબીબો સમક્ષ પત્ની ડોલી અને પુત્રએ અઠવાડિયા અગાઉ બાથરૂમમાં પડી ગયા હતા અને મંગળવારે સાંજે સુઇ ગયા બાદ તેઓ ઉઠયા નહોતા એવું જણાવ્યું હતું. પરંતુ તબીબોને શંકા જતા અર્જુનનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. જેમાં ગળું દબાવવાથી મોત થયું હોવાનું સ્પષ્ટ થતા આ અંગેની જાણ ઇચ્છાપોરના પીઆઇ એન.એ. દેસાઇને કરવામાં આવી હતી. જેથી તુરંત જ પીઆઇ દેસાઇ સ્ટાફ સાથે ઘટના આવ્યા હતા અને તપાસ શરૂ કરી અને કવાસ ગામ ખાતે અર્જુનના રહેણાંક ઘરની તલાશી લીધી હતી ઉપરાંત પત્ની અને પુત્રની પુછપરછ કરી હતી. પુછપરછ અંતર્ગત પત્નીએ ડોલીએ પતિ અર્જુન બાથરૂમમાં પડી ગયા હોવાનું રટણ કર્યુ હતું. પરંતુ 17 વર્ષના પુત્રની આકરી પુછપરછ કરતા મોબાઇલ ફોન પર પોતે આખો દિવસ ગેમ રમી રહ્યો હોવાથી પિતા અર્જુન સાથે માથાકૂટ રોજબરોજ માથાકૂટ થતી હતી. જેથી મંગળવારે સાંજે માતા ડોલી બહાર ગઇ હતી ત્યારે પિતાએ ઠપકો આપતા તેઓ વચ્ચે પુનઃ ઝઘડો થતા ગળું દબાવી હત્યા કર્યાની કબૂલાત કરી હતી.