ભાવનગર/ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલક આવક થતા મુકાયો પ્રતિબંધ, જાણો ખેડૂતો ફરી ક્યારે લાવી શકશે ડુંગળી

મબલક પ્રમાણમાં ડુંગળીનું ઉત્પાદન થયા બાદ તેની સામે ઓછી જાવકને લઈને માર્કેટિંગ યાર્ડ તંત્ર દ્વારા શુક્ર અને શનિવાર બે દિવસ માટે નવી ડુંગળી લાવવા પર પ્રતિબંધ મૂક્યો છે.

Gujarat Others
ડુંગળી

ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીની નવી સીઝન શરૂ થવાની સાથે જ ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળીની આવક પુષ્કળ પ્રમાણમાં શરૂ થઈ હતી. ભાવનગર જિલ્લામાં ડુંગળીના થયેલા ઉત્પાદન ને લઈને ખેડૂતો માર્કેટિંગ યાર્ડ ખાતે પોતાની ડુંગળી વેચાણ માટે લઈને આવી રહ્યા છે. પરંતુ મબલક પ્રમાણમાં ડુંગળીનું ઉત્પાદન થયા બાદ તેની સામે ઓછી જાવકને લઈને માર્કેટિંગ યાર્ડ તંત્ર દ્વારા શુક્ર અને શનિવાર બે દિવસ માટે નવી ડુંગળી લાવવા પર પ્રતિબંધ મૂક્યો છે.

આ પણ વાંચો:  ગુજરાત હાઇકોર્ટે સાબરમતી નદી પ્રદૂષણ મામલે AMCને આપ્યો આ આદેશ,જાણો

દર વર્ષે ડુંગળીની નવી સીઝન શરૂ થવા સાથે જ ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતો પોતાની ડુંગળી લઈને વેચાણ માટે આવતા હોય છે. આ વર્ષે પણ ભાવનગર જિલ્લામાં ડુંગળીનું મબલક પ્રમાણમાં ઉત્પાદન થયું છે. પરંતુ વાવાઝોડું અને કમોસમી વરસાદને લઈને ખેડૂતોને જોઈએ તેટલા પ્રમાણમાં ડુંગળીનો ઉતારો થયો નથી. છતાં પણ માર્કેટિંગ યાર્ડ ખાતે ડુંગળીની પુષ્કળ પ્રમાણમાં આવક જોવા મળી રહી છે.

મબલક

ડુંગળીની આવક શરૂ થવાની સાથે જ ખેડૂતો અને વેપારીઓને મુશ્કેલીના પડે તે માટે ભાવનગર માર્કેટિંગ યાર્ડ તંત્ર દ્વારા શહેરના નારી ચોકડી ખાતે સબયાર્ડ બનાવવામાં આવ્યું છે. માર્કેટિંગ યાર્ડ તંત્ર દ્વારા ખૂબ જ મોટી જગ્યામાં ડુંગળી ઉતારવા માટેની મંજૂરી આપવામાં આવી છે. અને ખેડૂતો પોતાની ડુંગળી લઈને આવી રહ્યા છે. પરંતુ જે પ્રકારે ડુંગળીની આવક છે તેની સામે ડુંગળીની જાવક ઓછી હોવાને લઈને માર્કેટિંગ યાર્ડ તંત્ર દ્વારા બે દિવસ માટે ડુંગળી લાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ભાવનગર માર્કેટિંગ યાર્ડ દ્વારા બનાવવામાં આવેલા નારીચોકડી સબ યાર્ડ ખાતે હાલ ડુંગળીની રોજની 70 હજારથી એક લાખ ગુણી ડુંગળીની આવક થઈ રહી છે. જેની સામે જાવક માત્ર 50થી 60 હજાર ગુણી થઈ રહી છે. જેને પગલે નારીચોકડી સબ યાર્ડ ખાતે નવી ડુંગળી લાવવા પર માર્કેટિંગ યાર્ડ તંત્ર દ્વારા તારીખ 18 ફેબ્રુઆરી શુક્રવારથી લઈને 19 ફેબ્રુઆરી શનિવાર રાત સુધી લાવવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. અને તારીખ 20 ફેબ્રુઆરીને રવિવારથી ખેડૂતોને પોતાનો માલ લઈને આવવા મંજૂરી આપવામાં આવી છે.

હાલ જે પ્રકારે ખેડૂતોને ડુંગળીના ભાવ મળી રહ્યા છે. એકંદરે 300 થી લઈને 500 સુધી એક મણના ભાવ આવી રહ્યા છે. સારા માલના ૫૦૦ કરતાં પણ વધુ ભાવ મળતાં હાલ ખેડૂતોમાં ડુંગળીના ભાવને લઇને સંતોષ જોવા મળી રહ્યો છે. પરંતુ જે ખેડૂતોને વરસાદ, વાવાઝોડા અને કુદરતી આપત્તિથી માલ બગડ્યો છે. તેઓ અને થોડી મુશ્કેલી પડી હતી. પરંતુ એકંદરે આ વર્ષે પણ ડુંગળીને લઈને સારી જાવક હોવાથી ખેડૂતોને મહદંશે ફાયદો થયો હોવાનું ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: રાજકોટમાં જન્માષ્ટમીનો મેળો યોજાય શકે છે?, કારણ જાણો…

આ પણ વાંચો: ભરૂચમાં પરિવાર સાથે આશરો લેનાર સાજીદ મન્સૂરીને ફાંસી