Not Set/ અમદાવાદ બીઆરટીએસ બસની અંદર પણ મળશે વાઇફાઇ કનેક્ટીવીટી

અમદાવાદ, અમદાવાદમાં બીઆરટીએસમાં ફરતા પેસન્જરો ખુશ થાય તેવા સમાચાર આવ્યા છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્માર્ટ સિટી મિશન હેઠળ તંત્ર દ્વારા આવનારા દિવસોમાં બીઆરટીએસ બસમાં પ્રવાસ કરનાર પેસેન્જર્સને બસની અંદર મફત વાઈફાઈની સુવિધાનો લાભ અપાશે. અમદાવાદ મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા બીઆરટીએસ બસ સર્વિસના પેસેન્જર્સને વધુને વધુ સારી સુવિધા આપવાની દિશામાં કવાયત હાથ ધરાઈ છે. બીઆરટીએસ પેસેન્જર્સને હાલમાં વાઈફાઈની […]

Ahmedabad Gujarat
mmo 10 અમદાવાદ બીઆરટીએસ બસની અંદર પણ મળશે વાઇફાઇ કનેક્ટીવીટી

અમદાવાદ,

અમદાવાદમાં બીઆરટીએસમાં ફરતા પેસન્જરો ખુશ થાય તેવા સમાચાર આવ્યા છે.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્માર્ટ સિટી મિશન હેઠળ તંત્ર દ્વારા આવનારા દિવસોમાં બીઆરટીએસ બસમાં પ્રવાસ કરનાર પેસેન્જર્સને બસની અંદર મફત વાઈફાઈની સુવિધાનો લાભ અપાશે.

અમદાવાદ મ્યુનિસિપલ સત્તાવાળાઓ દ્વારા બીઆરટીએસ બસ સર્વિસના પેસેન્જર્સને વધુને વધુ સારી સુવિધા આપવાની દિશામાં કવાયત હાથ ધરાઈ છે. બીઆરટીએસ પેસેન્જર્સને હાલમાં વાઈફાઈની સુવિધા અપાઈ રહી છે, પરંતુ આગામી દિવસોમાં બીઆરટીએસ પેસેન્જર્સ જે તે બસસ્ટેશનથી બસમાં પ્રવેશ કરે તે બસમાં પણ વાઈફાઈની સુવિધા મળી શકે અને જે તે બસસ્ટેશન પર ઊતર્યા બાદ પણ બસસ્ટેશનમાં પણ તેની સુવિધાનો લાભ મેળવી શકે તે પ્રકારની સળંગ નેટ કનેક્ટિવિટી અપાશે.

તંત્ર દ્વારા પેસેન્જર્સને બીઆરટીએસ બસની અંદર યાત્રા દરમિયાન વાઈફાઈની સુવિધા આપવા માટેના ટેન્ડર પ્રસિદ્ધ કરાયાં છે. હાલમાં બીઆરટીએસના દૈનિક 1.60 લાખ પેસેન્જર્સ હોઈ તેમાં કુલ ૧૬૩ બસસ્ટેશનને સાંકળતો 101 કિ.મી.નો ઓપરેશનલ એરિયા છે. બીઆરટીએસ રોજની ૨૫૫ બસ પેસેન્જર્સ માટે મુકાતી હોઈ તેનાથી તંત્રને રોજનો રૂ. 21 લાખનો વકરો થાય છે. જોકે તંત્ર દ્વારા બહાર પડાયેલા ટેન્ડરમાં 300 મહત્તમ બસ તેમજ ટૂંક સમયમાં આવનારી 100 ઈલેક્ટ્રિક બસમાં વાઈફાઈની સુવિધા આપવાની બાબતનો સમાવેશ કરાયો છે.

દરેક બીઆરટીએસ બસમાં વાઈફાઈની સુવિધા આપવા માટે રાઉટર લગાવાશે. તેમજ વાઈફાઈ જનરેટ થયાના કારણે વપરાયેલી બેન્ડવિથના આધારે તેની કોસ્ટ ચુકવવી પડશે. આમ કેપિટલ કોસ્ટ અને ઓપરેશનલ કોસ્ટને જોતાં આશરે ત્રણેક કરોડનો ખર્ચ સમગ્ર પ્રોજેક્ટ પાછળ થશે. પ્રારંભમાં 10 બસમાં વાઈફાઈની સુવિધા અપાઈને તેમાં પેસેન્જર્સને સ્પીડ મળે છે કે કેમ વગેરેનો ડેટા ચેક કરાશે. આ પાઈલટ પ્રોજેક્ટ હેઠળના સ્ટડી બાદ તમામ ૨૫૫ બસમાં વાઈફાઈની સુવિધા મળતી થઈ જશે. જોકે આ સમગ્ર પ્રક્રિયામાં બેથી ત્રણ મહિના લાગશે.

તંત્ર દ્વારા સ્માર્ટ સિટી મિશન હેઠળના સ્માર્ટ સિટી અમદાવાદ ડેવલપમેન્ટ લિમિટેડ નામની ગઠન કરાયેલી સ્વતંત્ર કંપની દ્વારા બીઆરટીએસ બસની વાઈફાઈ માટેની ડિઝાઈન, સપ્લાય, ઈન્સ્ટોલમેન્ટ, ટેસ્ટિંગ, કમિશન અને મેનન્ટેનન્સ માટે જે તે પાંચ વર્ષ અને છ મહિનાનો કોન્ટ્રાક્ટ આપવા માટેના ટેન્ડર પ્રસિદ્ધ થઈ ચૂક્યા હોય તે આગામી ૧૯મી ફેબ્રુઆરીએ ખૂલશે.

દરમિયાન આ અંગે બીઆરટીએસના જનરલ મેનેજર દીપક ત્રિવેદીએ જણાવ્યું કે, છેલ્લાં દોઢ વર્ષથી પેસેન્જર્સને બીઆરટીએસ સ્ટેશન પર વાઈફાઈની સુવિધા અપાઈ રહી છે જેનો પ્રતિસાદ સારો મળ્યો હોઈ હવે બસની અંદર વાઈફાઈની સુવિધા આપવા માટે સ્માર્ટસિટી મિશન હેઠળ તંત્રએ આયોજન હાથ ધર્યું છે. જેનાથી પેસેન્જર્સને મોટી રાહત થશે.