Not Set/ બોમ્બનો મેસેજ મળતા અમદાવાદ એરપોર્ટ ખાલી કરાવ્યું, અનેક પેસેન્જરો અટવાયા

અમદાવાદ, અમદાવાદ એરપોર્ટ પર સિક્યોરીટી હાઇ એલર્ટ પર આવી જાય તેવો મેસેજ મળ્યો હતો.અમદાવાદ એરપોર્ટ પર બોમ્બ મુકવાનો મેસેજ મળતાં જ સિક્યોરીટીએ એરપોર્ટનો કેટલોક ભાગ ખાલી કરવામાં આવ્યો હતો. મળતી માહિતી મુંબઈની એર ઇન્ડિયાની ઓફિસ પર કોઇ અજાણ્યા શખ્સે ફોન કરીને અમદાવાદ એરપોર્ટ પર બોમ્બ મુકવાની જાણકારી આપી હતી. આ મેસેજમાં એરપોર્ટ પર બોમ્બ બપોરે 1.30 વાગે […]

Ahmedabad Gujarat
mmo 9 બોમ્બનો મેસેજ મળતા અમદાવાદ એરપોર્ટ ખાલી કરાવ્યું, અનેક પેસેન્જરો અટવાયા

અમદાવાદ,

અમદાવાદ એરપોર્ટ પર સિક્યોરીટી હાઇ એલર્ટ પર આવી જાય તેવો મેસેજ મળ્યો હતો.અમદાવાદ એરપોર્ટ પર બોમ્બ મુકવાનો મેસેજ મળતાં જ સિક્યોરીટીએ એરપોર્ટનો કેટલોક ભાગ ખાલી કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુંબઈની એર ઇન્ડિયાની ઓફિસ પર કોઇ અજાણ્યા શખ્સે ફોન કરીને અમદાવાદ એરપોર્ટ પર બોમ્બ મુકવાની જાણકારી આપી હતી. આ મેસેજમાં એરપોર્ટ પર બોમ્બ બપોરે 1.30 વાગે ફૂટવાનો ઉલ્લેખ કરાયો હતો.

મુંબઇ ઇન્ડિયાની ઑફિસે દિલ્લી એર ઇન્ડિયાની ઓફિસને જાણ કરતા અમદાવાદ એરપોર્ટ ઓથોરીટી ને જાણ કરાઈ હતી.

સુત્રોના જણાવ્યા પ્રમાણે ચિરાગ મહેતા નામના વ્યક્તિએ ફોન કરીને બોમ્બ હોવાની જાણ કરી હતી. જેમાં જણાવ્યું હતું કે, 4 વાગે બોમ્બ મુક્યો છે અને 1.30 કલાકે બોમ્બ ફૂટશે.આવો ગંભીર મેસેજ મળતા દિલ્હીની એર ઇન્ડિયાએ અમદાવાદ એર ઇન્ડિયાને જાણ કરી હતી.

અમદાવાદ એરપોર્ટ પર બોમ્બનો મેસેજ મળતા ઇન્ટરનેશનલ એરપોર્ટનો કેટલોક ભાગ તાત્કાલિક ખાલી કરાવાયો હતો અને એક-બે ફ્લાઇટ મોડી કરવામાં આવી હતી.બોમ્બના મેસેજ પછી ડોગ સ્ક્વોડ,બોમ્બ સ્ક્વોડ,અમદાવાદ ક્રાઇમ બ્રાંચ અને એસઓજીની ટીમ તાત્કાલિક એરપોર્ટ પર પહોંચી હતી અને સઘન તપાસ શરૂ કરી હતી.

જો કે એરપોર્ટ પર બોમ્બ નહીં મળતાં એક કલાક પછી ફ્લાઇટ ઓપરેશન રાબેતા મુજબ ચાલુ કરવામાં આવ્યા હતા.