Not Set/ બોલિવૂડમાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે ગોવિંદાનો પુત્ર યશવર્ધન

મુંબઇ, બોલિવૂડમાં આજકાજ સ્ટાર કિડ્સની એન્ટ્રી ઝડપથી વધી રહી છે. જહાનવી કપૂર પછી, સારા અલી ખાન અને હવે હિન્દી સિનેમાના હિરો નંબર 1 ગોવિંદાના પુત્ર યશવર્ધનની એન્ટ્રી થવા જઈ રહી છે. અહેવાલ અનુસાર, યશવર્ધન બોલિવૂડમાં આવતાં પહેલાં ખાસ ટ્રેનિંગ લઈ રહ્યા છે. તેઓ તેમનું ડેબ્યુ સક્સેસફૂલ બનવા માંગે છે. એક પોર્ટલ અનુસાર, યશવર્ધનની બોલિવૂડમાં એન્ટ્રીનો […]

Uncategorized
mmo 8 બોલિવૂડમાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે ગોવિંદાનો પુત્ર યશવર્ધન

મુંબઇ,

બોલિવૂડમાં આજકાજ સ્ટાર કિડ્સની એન્ટ્રી ઝડપથી વધી રહી છે. જહાનવી કપૂર પછી, સારા અલી ખાન અને હવે હિન્દી સિનેમાના હિરો નંબર 1 ગોવિંદાના પુત્ર યશવર્ધનની એન્ટ્રી થવા જઈ રહી છે. અહેવાલ અનુસાર, યશવર્ધન બોલિવૂડમાં આવતાં પહેલાં ખાસ ટ્રેનિંગ લઈ રહ્યા છે. તેઓ તેમનું ડેબ્યુ સક્સેસફૂલ બનવા માંગે છે.

Image result for yashvardhan govinda son

એક પોર્ટલ અનુસાર, યશવર્ધનની બોલિવૂડમાં એન્ટ્રીનો અંદાજો સોશિઅલ મીડિયા પર શેર કરવામાં આવેલ તેમના ફોટોગ્રાફ્સ સાથે લગાવામાં આવી રહ્યો છે. યશવર્ધન સોશિઅલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે. ગોવિંદાની પુત્રી નર્મદા બોલિવૂડમાં ડેબ્યુ કરી ચુકી છે. જોકે  તેને સફળતા મળી નહોતી. નર્મદા બોલિવૂડમાં આવ્યા પહેલાં તેણીએ તેનું નામ બદલીને ટીના અહુજા કર્યું. 2015 માં, ટીનાએ ‘સેકન્ડ હેન્ડ હસબન્ડ’ ફિલ્મથી એન્ટ્રી કરી હતી. આ ફિલ્મની પહેલાં, ટીનાએ ઘણી મોટી હીટ ફિલ્મોની ઑફર્સને નકારી હતી. જોકે, બોલિવૂડમાં નિષ્ફળતા પછી, ટીના પંજાબી ફિલ્મો તરફ વળી ગઈ.

Image result for yashvardhan govinda son

ગોવિંદાની ફિલ્મ કારકિર્દી પર નજર નાખવામાં આવે તો, તાજેતરમાં ગોવિંદાની ફિલ્મ ‘રંગીલા રાજા’ રિલીઝ કરવામાં આવી છે. ફિલ્મ બોક્સ ઑફિસ નિરાશાજનક રહી હતી. છેલ્લા કેટલાક દિવસોમાં ગોવિંદા ઘણા રિયાલીટી શોમાં જોવા મળ્યા છે. કારકિર્દીના ઘટતા ગ્રાફ પર ગોવિંદાએ થોડા દિવસ પહેલા એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે હું ઇન્ડસ્ટ્રીમાં કોઈ પણ ગ્રુપનો ભાગ નથી. તેથી જ મને કામ મેળવવામાં સમસ્યાઓ આવી છે.

Image result for yashvardhan bollywood debut