Not Set/ ગુજરાત સરકારે બે નિગમના અધ્યક્ષની કરી જાહેરાત

ગુજરાત સરકારે બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ અને બિન અનામત આયોેગના અધ્યક્ષની નિમણૂંક આગામી ત્રણ વર્ષ સુધી કરી છે

Top Stories
goverment ગુજરાત સરકારે બે નિગમના અધ્યક્ષની કરી જાહેરાત

ગુજરાત માં આગામી વર્ષમાં ચૂંટણી યોજાવાની છે તેથી ભાજપ સરકાર રાજ્યમાં સક્રીય થઇ ગઇ છે અને નિગમો અને બોર્ડના અધ્યક્ષોની નિમણૂંકના કામે લાગી ગઇ છે, હાલમાં ભાજર સરકારે બે નિગમના અધ્યક્ષની જાહેરાત કરી છે.બિનઆનામત  શૈક્ષણિક અને આર્થિક વિકાસના નિગમ અને બિનઆનામત આયોગના અધ્યક્ષની નિમણૂંક કરી છે .

ભાજપ સરકારે ચૂંટણીને ધ્યાનમાં લઇને રાજ્યમાં સક્રીયતા દાખવી રહી છે તે અનુંસધાનમાં વિજ્ય રૂપાણી સરકારે બિનઅનામત  શૈક્ષણિક અને આર્થિક વિકાસના બોર્ડના અધ્યક્ષ તરીકે બી.એચ. ઘોડાસરાની નિમણૂંક કરી છે જ્યારે ઉપાધ્યક્ષ તરીકે વિમલ ઉપાધ્યાને નિયુક્ત કરાયા છે , આ ઉપરાંત રાજ્યના બિનઅનામત આયોગના અધ્યક્ષ પદ પર હંસરાજ ગજેરાની વરણી કરવામાં આવી છે,જ્યારે રશિમ પંડયાની ઉપાધ્યક્ષ પદે નિમણૂંક કરવામાં આવી છે.

bjp 1 ગુજરાત સરકારે બે નિગમના અધ્યક્ષની કરી જાહેરાત

ગુજરાત સરકારે બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ અને બિન અનામત આયોગના અધ્યક્ષની નિમણૂંક આગામી ત્રણ વર્ષ સુધી કરી છે, આ નિગમોની જાહેરાત આજે કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે રાજ્ય સરકાર જે નિગમોમાં અધ્યક્ષની નિમણૂંક કરવામાં આવી નથી તેની જાહેરાત પણ ટૂંક સમયમાં કરવામાં આવે તેવી સંભાવના રહેલી છે.