Not Set/ દિલ્હીમાં CM કેજરીવાલે આપ્યા અનલોકના સંકેત, સોમવરથી આ વર્ગને મળશે રાહત

દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક બાદ મુખ્ય પ્રધાન કેજરીવાલે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને કહ્યું હતું કે હવે ધીરે ધીરે દિલ્હીને અનલોક કરવામાં આવશે. દિલ્હીમાં કોરોના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

Top Stories India
A 367 દિલ્હીમાં CM કેજરીવાલે આપ્યા અનલોકના સંકેત, સોમવરથી આ વર્ગને મળશે રાહત

દિલ્હી ડિઝાસ્ટર મેનેજમેન્ટની બેઠક બાદ મુખ્ય પ્રધાન કેજરીવાલે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને કહ્યું હતું કે હવે ધીરે ધીરે દિલ્હીને અનલોક કરવામાં આવશે. દિલ્હીમાં કોરોના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દિલ્હીના લોકો પણ એક મહિનામાં કોરોનાની આ લહેરને પાર કરી ગયા છે. છેલ્લા 24 કલાકમાં ચેપનો દર 1.5 ટકા રહ્યો છે અને લગભગ 1100 કેસ છે. ધીમે ધીમે દરરોજ કેસ ઘટતા જાય છે. હોસ્પિટલોમાં બેડ લેવામાં કોઈ સમસ્યા નથી આવી રહી. મોટી સંખ્યામાં આઈસીયુ અને ઓક્સિજન બેડ પણ ખાલી છે.

કેજરીવાલે કહ્યું કે ઓક્સિજનના અભાવ સમયે આપણે બનાવેલા કોવિડ સેન્ટરોમાં પણ મોટી સંખ્યામાં બેડ ખાલી છે. હવે ધીરે ધીરે દિલ્હીમાં અનલોક કરવાનો સમય આવી ગયો છે. નહિંતર, એવું ન થાય કે લોકો કોરોનાથી તો બચી જાય પણ, ભૂખમરાથી મરી જાય. આપણે સંતુલન બનાવવું પડશે જેથી કોરોના કેસ પણ ન વધે અને આપણે આર્થિક પ્રવૃત્તિઓ પણ ચલાવવાની કોશિશ કરવી પડશે. સૌથી પહેલા એ લોકોનું ધ્યાન રાખવાનું છે જે સમાજનો સૌથી ગરીબ વર્ગ છે, મજૂર છે, પ્રવાસી છે. આજે લેવાયેલા નિર્ણય પ્રમાણે સોમવારથી કંસ્ટ્રક્શન અને ફેક્ટરીઓની ગતિવિધિ શરૂ કરવામાં આવશે. આગામી એક સપ્તાહ માટે આ બંને સેક્ટર્સ ખુલ્લા રહેશે.

આ પણ વાંચો : PM એ જે નૌટંકી કરી, પોતાની જવાબદારી ન નિભાવી તેનું પરિણામ છે આ બીજી લહેરઃ રાહુલ ગાંધી

સીએમ કેજરીવાલના કહેવા પ્રમાણે તેઓ પ્રતિ સપ્તાહ જનતાના સૂચનો અને એક્સપર્ટ્સના મંતવ્ય પ્રમાણે અનલોકની પ્રક્રિયા શરૂ કરશે પરંતુ શરત એ છે કે જો કોરોના વધવા લાગશે તો અનલોકની પ્રક્રિયા રોકવામાં આવશે. સાથે જ તેમણે લોકોને કોરોના સંબંધી ગાઈડલાઈન્સનું પાલન કરવા માટે વિનંતી કરી હતી.

દિલ્હીવાસીઓને વિનંતી કરતા કેજરીવાલે કહ્યું કે તમામ લોકોની મદદની જરૂર છે. જો નિયમપાલન કરશો તો જ દિલ્હીમાં તમામ આર્થિક ગતિવિધિઓ ખુલી શકશે. જો કોરોના ફરી વધવા લાગશે તો ફરી લોકડાઉન લાગુ કરવું પડશે. અમે નથી ઈચ્છતા કે ફરી લોકડાઉન લાગુ કરવું પડે, તે કોઈ સારી વાત નથી.

આ પણ વાંચો :સુશાંત સિંહ રાજપૂત કેસમાં NCBની મોટી કાર્યવાહી, એજન્સીએ સિદ્ધાર્થ પીઠાનીની કરી ધરપકડ

તેમણે આ સમય ખૂબ જ નાજુક હોવાથી લોકોને જરૂર ન હોય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળવા અને ગંભીરતાપૂર્વક આચરણ કરવા જણાવ્યું હતું જેથી બધા સાથે મળીને દિલ્હી અને દેશને બચાવી શકીએ. તેમના કહેવા પ્રમાણે એકદમ કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન ન શરૂ કરવું જોઈએ અને જરૂર ન હોય ત્યાં સુધી ઘરની બહાર પણ ન નીકળવું જોઈએ.

આ પણ વાંચો :ધોરણ 12 ની પરીક્ષા પર SC માં સુનાવણી ટળી, જાણો ક્યારે થઇ શકે છે નિર્ણય?

majboor str 21 દિલ્હીમાં CM કેજરીવાલે આપ્યા અનલોકના સંકેત, સોમવરથી આ વર્ગને મળશે રાહત