ભારતમાં સૌથી મોસ્ટ વોન્ડેટ ભાગેડુ મેહુલ ચોકસીના પીએનબી કેસમાં નવો ખુલાસો સામે આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. દેશમાં સૌથી મોટા PNB કૌભાંડમાં સુરતનો કનેકશન સામે આવ્યું છે. ભાગેડુ મહેુલ ચોકસીએ ઉધોગપતિ વંસત ગજેરા સાથે મળીને મસમોટું કૌભાંડ કર્યું હોવાનું સામે આવ્યું છે.આ કેસની તપાસ સીબીઆઇ કરી રહી છે. મેહુલ ચોકસી વિદેશ ભાગી ગયો છે. આ મામલે ખુલાસો વસંત ગજેરાની જમીન કેસ સુનાવણીમાં થયો હતો.
ઉલ્લેખનીય છે કે વસંત ગજેરા પર ઉમરા પોલીસ મથકની હદ વિસ્તારમાં ચાલી રહેલી જમીન વિવાદના કેસમાં કરાયેલી અરજી દરમિયાન આ ચોંકાવનારી હકિકત સામે આવી હતી,ગજેરાએ જમીન કેસમાં કાયમી હાજરીમાંથી મુક્તિ મેળવવા માટે અરજી કરી હતી. આ કેસની સુનાવણી દરમિયાન નામદાર કોર્ટ સમક્ષ આ મામલો સામે આવ્યો હતો કે મહુલ ચાેકસી સાથે મળીને વસંત ગજેરાનું સીધું કનેકશન બહાર આવ્યું હતું.
નોંધનીય છે કે PNB કૌભાંડની તાપસ CBI કરી રહી છે .જયારે આજે સુરત કોર્ટમાં ખૂબ જ મહત્વની જાણકારી સામે આવી છે. અત્યારસુધી કોઈને ખબર નહોતી તે વાત સુરત કોર્ટમાંથીમાંથી સામે આવી છે. મેહુલ ચોક્સી સાથે મળી જેમણે પીએનબી બેંક સાથે મળી કૌભાંડ આચર્યું છે તેમાં સુરતના જાણીતા ઉદ્યોગપતિ વસંત ગજેરાનું પણ નામ ખુલ્યું છે. વસંત ગજેરાની અગાઉ સીબીઆઇ દ્વારા ધરપકડ કરીને આરોપી નંબર છ તરીકે સીબીઆઇ કોર્ટમાં રજૂ પણ કરવામાં આવ્યો હતો.વસંત ગજેરા સામે વેસુ ગામમાં જમીન પચાવી પાડવાનો કેસ કરવામાં આવ્યો હતો. ફરિયાદીના વકીલ દ્વારા વસંત ગજેરા ખૂબ જ ગંભીર ગુનાઓમાં સંડોવણી હોવાનું જણાવી PNB બેંક કૌભાંડમાં પણ તેની સંડોવણી હોવાના પૂરાવા રજૂ કર્યા
