Not Set/ “ભારત વિના 21મી સદી એશિયાની હોઈ શકે જ નહીં” જાણો કેમ બદલાયો ચીની મીડિયાનો સુર

રાષ્ટ્રપતિ શી જિનપિંગની ભારત મુલાકાત પહેલાં, ચીની મીડિયાએ ભારત સાથેની મિત્રતા મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું હતું અને કહ્યું હતું કે બંને દેશો મળીને 21 મી સદી એશિયાની બનાવી શકે છે. ચીનના સત્તાવાર અખબાર ગ્લોબલ ટાઇમ્સે લખ્યું છે કે ભૂતકાળમાં એશિયાની સદીની ઘણી વાતો થઈ છે. એશિયાના ઘણા નેતાઓ અને વ્યૂહરચનાકારો કહે છે કે 19 મી સદી […]

Top Stories World

રાષ્ટ્રપતિ શી જિનપિંગની ભારત મુલાકાત પહેલાં, ચીની મીડિયાએ ભારત સાથેની મિત્રતા મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું હતું અને કહ્યું હતું કે બંને દેશો મળીને 21 મી સદી એશિયાની બનાવી શકે છે. ચીનના સત્તાવાર અખબાર ગ્લોબલ ટાઇમ્સે લખ્યું છે કે ભૂતકાળમાં એશિયાની સદીની ઘણી વાતો થઈ છે. એશિયાના ઘણા નેતાઓ અને વ્યૂહરચનાકારો કહે છે કે 19 મી સદી યુરોપની હતી, 20 મી સદી અમેરિકાની હતી અને હવે 21 મી સદી એશિયાની હશે. અખબારે ભારતીય થિંક ટેન્ક ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશનના અહેવાલનો ઉલ્લેખ કરતાં કહ્યું છે કે ચીન અને ભારતની આર્થિક પ્રગતિથી જ આ બાબત શક્ય  બનશે.

ભારત અને ચીન, એકવીસમી સદીમાં નિશંક એશિયાની બે ઉભરતી મહાસત્તા હશે. આ દુનિયા પણ જાણે છે, અને ભારત અને ચીન પણ જાણે છે કે, હવે ચીને ભારત સાથેના સંબંધોને તમામ સ્તરે સુધારવાની જરૂર છે. 

પીએમ નરેન્દ્ર મોદી સાથે શી જિનપિંગની બીજી અનૌપચારિક શિખર બેઠકને મહત્વપૂર્ણ ગણાવતા, ચીની મીડિયાએ કહ્યું છે કે, આનાથી સંબંધોને એક નવો આયામ મળશે. અખબાર ગ્લોબલ ટાઇમ્સે ભારત સાથેના આર્થિક સહયોગનો ઉલ્લેખ કરતાં કહ્યું છે કે, ચીની કંપનીઓએ મેક ઇન ઈન્ડિયા અને ડિજિટલ ઈન્ડિયા જેવા અભિયાનોમાં ભાગ લઈને છેલ્લા કેટલાક વર્ષોમાં રોકાણ વધાર્યું છે. આ સાથે ભારતીય કંપનીઓએ પણ ચીનમાં રોકાણ વધાર્યું છે.

PM મોદી સાથે શી જિનપિંગની બીજી અનૌપચારિક શિખર બેઠક સમયે પણ હજી  પ્રશ્ન ઉઠી રહ્યો છે કે, કાશ્મીર વિશે વાત કરવામાં આવશે કે કેમ? જોકે અખબારે ભારત પર ચીન મામલે અવિશ્વાસ વ્યક્ત કરવાનો આરોપ લગાવ્યો છે. ચીની મીડિયા અનુસાર, ભારત તરફથી શંકાને કારણે બંને દેશો એક સાથે આર્થિક પ્રગતિ કરી શકતા નથી. અખબારે કહ્યું કે આ તે સમયગાળો છે જ્યારે ભારત અને ચીન સાથે મળીને કામ કરવું સૌથી મહત્ત્વપૂર્ણ બન્યું છે.

બંને દેશો વચ્ચેના સરહદ વિવાદનો ઉલ્લેખ કરતાં ચીનના સત્તાવાર અખબારે કહ્યું કે, જો આ મામલે સાથે શાંતિપૂર્ણ રીતે કાર્યવાહી કરવામાં આવે તો તે વિશ્વની સામે એક મોડેલ હશે. આ વિશ્વને સંદેશ આપશે કે કેવી રીતે બે દેશ એક સાથે થઈ શકે છે. એટલું જ નહીં, અખબારે ભારત સાથેની મિત્રતાને મહત્વપૂર્ણ ગણાવી હતી અને કહ્યું છે કે, જો ચીન-ભારત સંબંધો સારા નહીં હોય તો એશિયાનો ઉદય અશક્ય છે. ગ્લોબલ ટાઇમ્સે લખ્યું છે કે, “જો બંને દેશો દ્વિપક્ષીય મુદ્દાઓને તાર્કિક રૂપે ધ્યાનમાં નહીં લે તો એશિયાની બહારના દળો તેનો લાભ લેશે.”


PM નરેન્દ્ર મોદી સાથેની બીજી અનૌપચારિક શિખર સંમેલન માટે શુક્રવારે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ ચેન્નાઈ નજીકનાં ઐતિહાસીક શહેર મહાબાલીપુરમ આવી પહોંચ્યા છે. શી જિનપિંગની બે દિવસીય મુલાકાત દરમિયાન બંને દેશોના નેતાઓ વેપાર, રોકાણ, સુરક્ષા અને સરહદ જેવા મહત્વના મુદ્દાઓ પર વાતચીત કરે તેવી અપેક્ષા છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.