Not Set/ અમદાવાદ ફેરવાયું બેટમાં, ઠેર ઠેર ભરાયા પાણી, 7 જેટલા અન્ડરપાસ બંધ

જેમાં સૌથી વધુ વરસાદ મણિનગરમાં 5 ઈંચ, પૂર્વ અને દક્ષિણ ઝોનમાં સરેરાશ 4 ઈંચ વરસાદ પડ્યો છે. સૌથી ઓછો વરસાદ જોધપુર અને બોપલમાં 1.25 ઈંચ નોધાયો છે. 

Top Stories Ahmedabad Gujarat
chaturmaas 7 અમદાવાદ ફેરવાયું બેટમાં, ઠેર ઠેર ભરાયા પાણી, 7 જેટલા અન્ડરપાસ બંધ

રાજ્યમાં અષાઢી બીજની પૂર્વ સંધ્યાએ મેઘરાજા લાંબા વિરામ બાદ ફરી મેહરબાન બન્યા છે. આજે છેલ્લા કેટલાય દિવસોના ઉકળાટ અને અસહ્ય ગરમી બાદ સાંજે મેઘરાજા મહેરબાન બન્યા હતા. અને ભારે ગાજ વીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો.

અમદાવાદમાં બે કલાકમાં સરેરાશ 3 ઈંચ વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ મણિનગરમાં 5 ઈંચ, પૂર્વ અને દક્ષિણ ઝોનમાં સરેરાશ 4 ઈંચ વરસાદ પડ્યો છે. સૌથી ઓછો વરસાદ જોધપુર અને બોપલમાં 1.25 ઈંચ નોધાયો છે. ભારે વરસાદના કારણે શહેરના 7 અંડરપાસ બંધ કરાયા છે.  શહેરમાં વરસાદ ઠેર ઠેર પાણી ભરાયા છે. જેમાં અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. જેના કારણે વાહન ચાલકોને તકલીફોનો સામનો કરવો પડયો હતો.

જગન્નાથ મંદિર પરિસરમાં પણ શ્રદ્ધાળુઓએ વરસાદનો આનંદ માણ્યો હતો. અમદાવાદમાં વરસાદના આગમનની સાથે જ શહેરના મુખ્ય રસ્તાઓ પર તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરવાની સમસ્યા સર્જાઇ હતી.જેના કારણે વાહન ચાલકોને ભારે તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. અમદાવાદમાં રથયાત્રાની પૂર્વ સંધ્યાએ શહેરના વિવિધ વિસ્તારો એક કલાકમાં પાણી પાણી થઈ ગયા હતા. શહેરના અંદાજીત મોટાભાગના વિસ્તારોમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે, અમદાવાદના જિલ્લામાં પણ વરસાદ વરસ્યો છે.

ગુજરાતમાં છેલ્લા બે કલાકનો વરસાદ

મેંદરડા 4 ઇંચ

બગસરા 2.5 ઇંચ

તલોદ 2 ઇંચ

રાજકોટ 1.5 ઇંચ

પેટલાદ 1.5 ઇંચ

અંકલાવ 1.5 ઇંચ

નડિયાદ 1.5 ઇંચ

લાલપુર 1 ઇંચ

સોજીત્રા 1 ઇંચ

અમદાવાદ શહેર 3 ઇંચ

વડોદરા શહેર 1 ઇંચ

બોરસદ 1.5 ઇંચ

મુન્દ્રા 1 ઇંચ

મહુધા 1 ઇંચ