ગણેશોત્સવ સ્પેશિયલ/ અમદાવાદનો આ પરિવાર અલગ-અલગ થીમ પર વેસ્ટમાંથી બેસ્ટ બનાવીને કરે છે ગણેશ ચતુર્થીની ઉજવણી

અમદાવાદના નિકિતા પટેલ અને તેમના પરિવાર દ્વારા  પર્યાવરણને ધ્યાનમાં રાખીને ફેંકી દેવાની વસ્તુ ઓછી વપરાશ થતી હોય તેવી વસ્તુઓમાંથી વેસ્ટમાંથી બેસ્ટ બનાવી ગણેશજીની પ્રતિમાની આજુબાજુમાં અલગ અલગ થીમ બનાવવામાં આવે છે

Ahmedabad Gujarat
વેસ્ટમાંથી

ગણેશ ચતુર્થીની ઉજવણી આજથી શરુ થઈ રહી છે. તેનો નાદ આખા દેશમાં સંભળાશે. આજે એટલે કે 31 ઓગસ્ટના રોજ લોકો ગણપતિ બાપ્પાની પુજામાં તલ્લીન છે. લોકો ગણપતિના સ્વાગતની તૈયારીઓમાં લાગેલા છે. ત્યારે આવમાં વેસ્ટ વસ્તુઓનો ઉપયોગ કરી પર્યાવરણ બચાવવાનો પ્રયાસનો સંદેશો આપી અનોખીરીતે ગણેશ ઉત્સવની ઉજવણી કરી રહ્યા છે.ગણેશ ઉત્સવને લઈને છેલ્લા 12 વર્ષથી અમદાવાદના નિકિતા પટેલ અને તેમના પરિવાર દ્વારા  પર્યાવરણને ધ્યાનમાં રાખીને ફેંકી દેવાની વસ્તુ ઓછી વપરાશ થતી હોય તેવી વસ્તુઓમાંથી વેસ્ટમાંથી બેસ્ટ બનાવી ગણેશજીની પ્રતિમાની આજુબાજુમાં અલગ અલગ થીમ બનાવવામાં આવે છે આ વખતે ઈંડાની વેસ્ટ ટ્રે, કાચ પેપર, થર્મોકોલ થી પછી ફેંકી દીધેલા બોક્સ,જૂના નાડા આ બધું ભેગું કરીને વેસ્ટ માંથી બેસ્ટ થીમ બનાવવામાં આવી છે ગણેશદાદાના અલૌકિક સુશોભન અને દર્શનનો લાભ લેવા પરિવાર તરફથી હાર્દિક નિમંત્રણ છે.

આ પણ વાંચો:74 કરોડના બ્રીજ પર કોણે મારી પિચકારી..?

આ પણ વાંચો:લવ જેહાદ વિરુદ્ધ કાયદો તો બન્યો પણ કાયદોનો ડર ક્યાં ?

આ પણ વાંચો: મમતા સરકારમાં ભરતી થયેલા શિક્ષકોની ફાઇલો ખોલાશે, ED 11 વર્ષનો રેકોર્ડ શોધશે