રથયાત્રા/ ભગવાન જગન્નાથ મોસાળ સરસપુરથી નિજમંદિર જવા નીકળ્યા, તંબુચોકી પહોંચ્યા

ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટાભાઇ બલરામના રથ સરસપુરમાંથી પરત નિજ મંદિર ફરી રહ્યા છે. જ્યારે ગજરાત દિલ્હી ચકલા પહોંચ્યા છે.

Top Stories Gujarat
Ahmedabad Rathyatra Nijmandir ભગવાન જગન્નાથ મોસાળ સરસપુરથી નિજમંદિર જવા નીકળ્યા, તંબુચોકી પહોંચ્યા

ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટાભાઇ બલરામના Rathyatra રથ સરસપુરમાંથી પરત નિજ મંદિર ફરી રહ્યા છે. જ્યારે ગજરાત દિલ્હી ચકલા પહોંચ્યા છે. ભગવાન જગન્નાથે ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે મોસાળમાં ભોજન કર્યુ અને આરમ કર્યો છે અને પછી મોસાળનો પ્રેમ મેળવીને નિજ મંદિર પરત આવવા નીકળ્યા છે. સરસપુરના ભગવાન જગન્નાથનું મામેરુ કરતા બે લાખ લોકોને જમાડ્યા હતા. તેમા 50 ટન બુંદી અને 50 ટન મોહનથાળ બનાવવામાં આવ્યા છે. ગજરાજો તંબુ ચોકી પહોંચ્યા છે. ભગવાન જગન્નાથને સરસપુરની વિવિધ પોળમાં જમાડવાની પરંપરા સો વર્ષ જૂની છે.

અત્યાર સુધી 12 લાખથી પણ વધુ દર્શનાર્થીઓ ભગવાનની Rathyatra રથયાત્રાના દર્શન કરી ચૂક્યા છે. આ રથયાત્રામાં શહેરના વિવિધ અખાડાના કરતબોએ લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા. તેની સાથે વિવિધ પ્રકારના ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું હતું. આ સિવાય આ વખતનું આકર્ષણ ભજનમંડળીઓ પણ હતી. તેઓએ અનોખી રીતે ભગવાન જગન્નાથનના ભજનો ગાઈને રંગત લાવી દીધી હતી. લોકો તેનાથી ખુશ થઈ ગયા હતા. સીએમ ડેશબોર્ડ પરથી રાજ્યની વિવિધ રથયાત્રાઓ પર ચાંપતી નજર રાખી રહ્યા છે.

રથયાત્રાના દિવસે વરસાદ થવો શુભ માનવામાં આવે છે. Rathyatra ત્યારે હાલ શહેરમાં જ્યારે ભગવાન નગરચર્યા પર નીકળ્યા છે ત્યારે તેમને વધાવવા માટે શહેરના અનેક વિસ્તારોમાં અમીછાટંણા પણ થયા છે. રથયાત્રામાં 18 ગજરાજો, 101 ટ્રક, 30 અખાડા, 18 ભજન મંડળી ત્રણ બેન્ડબાજા, સાધુ-સંતો અને ભક્તો સાથે 1200 જેટલા ખલાસીઓ જોડાયા છે. રથયાત્રા દરમિયાન 30,000 કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી અને દાડમનો પ્રસાદ વહેંચવામાં આવનારો છે. રથયાત્રામાં દર્શન માટે આવનાર લોકોને 2 લાખ ઉપરણા પ્રસાદમાં અપાશે.

 

આ પણ વાંચોઃ વડોદરા રથયાત્રા/ વડોદરામાં પણ નીકળી જબરજસ્ત રથયાત્રાઃ વિદ્યાર્થીઓએ પણ રથ ખેંચ્યો

આ પણ વાંચોઃ Rajkot-Sanatani Bulldozer/ રાજકોટની રથયાત્રામાં સનાતની બુલડોઝરની બોલબાલા

આ પણ વાંચોઃ ભગવાન મોસાળમાં/ ભગવાન જગન્નાથ મોસાળમાં પહોંચ્યાઃ મોસાળમાં ભાવભીનું સ્વાગત અને જમણવાર શરૂ

આ પણ વાંચોઃ PM-Modi-Bese Wishes/ વડાપ્રધાને રથયાત્રાની સાથે કચ્છીઓને નવા વર્ષની શુભેચ્છા પાઠવી

આ પણ વાંચોઃ રથયાત્રા/ આંખ પર પટ્ટી બાંધીને પૂજારીઓ બદલે છે ભગવાન જગન્નાથની મૂર્તિ,રહસ્યમય છે આ પરંપરા