સુપ્રસિદ્ધ એવા ચોટીલામાં બિરાજતા ચામુંડામાતાજી ના દ્વારે વિવિધ રાજ્યો માંથી માતાજીના દર્શન કરવા માટે ઉમટી પડતા હોય છે ત્યારે પૂનમના દિવસે દર્શાનાર્થીઓ મન ચરણોમાં શીશ ઝુકાવવા માટે ઉમટી પડયા.
આ પણ વાંચો:Punjab Elections 2022 / કુમાર વિશ્વાસે કેજરીવાલ પર લગાવ્યો મોટો આરોપ, કહ્યું-અલગાવાદીઓના સહારે પંજાબના CM…
યાત્રાધામો નું મુખ પ્રવેશ દ્વાર ચોટીલામાં બિરાજેલ ચામુંડામાતાજી ના દર્શમ માટે વિવિધ રાજયો સહિત ગુજરાત ભરના યાત્રિકો આજે પુનમ હોવાથી માતાજીના દર્શન માટે ભક્તજનો ઉમટી પડયા.ચામુંડા માતાજીના દર્શન માટે યાત્રિકોએ આગલા દિવસે જ ચોટીલામાં પડાવ નાંખ્યો હતો. રાજ્યના અનેક શહેરોમાંથી ચામુંડા માતાના રથ સાથે માતાનો જયજયકાર બોલાવતા અસંખ્ય પદયાત્રિકોના સંઘોએ વહેલી સવારે જ તળેટીમાં મંગલ પ્રવેશ કર્યો હતો. ચોટીલા હાઇવે, તળેટી વિસ્તાર, ડુંગર પર દર્શનાર્થીઓનો ધસારો થવાથી ધાર્મિક મિનિ કુંભમેળો ભરાયો હોય તેવા ર્દશ્યો ઠેરઠેર નજરેે ચઢતા હતા. યાત્રાધામ ચામુંડા માતાના ડુંગર ટ્રસ્ટના ભોજનાલયમાં પણ અસંખ્ય શ્રધ્ધાળુઓ સવારથી જ માતાનો પ્રસાદ લેવા ઊમટયા હતા.
આ પણ વાંચોCase Against Sarma / આસામના સીએમ સરમા સામે નોંધાયો કેસ, રાહુલ ગાંધી પર કરી હતી વિવાદાસ્પદ ટિપ્પણી
જેમાં ડુંગર ટ્રસ્ટ તેમજ પોલીસ દ્વારા યાત્રિકોને કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવા માટે વારંવાર સૂચનાઓ પણ આપવામાં આવતી હતી અને દર્શાનાર્થીઓ કોઈ પણ જાતની તકલીફ ન પડે તે માટે ચોટીલાના પોલીસ ઇન્સ્પેકટર,૩ પોલીસ સબઇન્સ્પેક્ટર,૪૫ પોલીસ કર્મચારી,૪૦ GRD ,૧૦ ટ્રાફિક પોલીસ સહિત કુલ ૯૯ જેટલા જવાનો ખડેપગે રહીને પોતાની ફરજ બજાવી હતી..