Not Set/ ચોટીલા નજીક રૂ.2.62 લાખનો વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપાઈ

અમદાવાદ: ચોટીલા નજીક વિદેશી દારૂનો જથ્થો ભરેલી એક ટ્રક પસાર થતી હોવાની બાતમીના આધારે રેન્જના ડી.આઈ.જી.ના આદેશથી આરઆર સેલના સ્ટાફે વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. આ વાહન ચેકિંગમાં રૂ. 2.62 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ભરેલી ટ્રક મળી આવી હતી. આ ચેકિંગ દરમિયાન પોલીસને જોઈને ટ્રકનો ચાલક ટ્રક મૂકીને નાસી ગયો હતો. આ મામલે પોલીસ […]

Top Stories Rajkot Gujarat Trending
Truck carrying Liquor worth Rs 2.82 lakh was caught near Chotila

અમદાવાદ: ચોટીલા નજીક વિદેશી દારૂનો જથ્થો ભરેલી એક ટ્રક પસાર થતી હોવાની બાતમીના આધારે રેન્જના ડી.આઈ.જી.ના આદેશથી આરઆર સેલના સ્ટાફે વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. આ વાહન ચેકિંગમાં રૂ. 2.62 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ભરેલી ટ્રક મળી આવી હતી.

આ ચેકિંગ દરમિયાન પોલીસને જોઈને ટ્રકનો ચાલક ટ્રક મૂકીને નાસી ગયો હતો. આ મામલે પોલીસ દ્વારા ટ્રક ચાલક તેમજ દારૂ મંગાવનાર બુટલેગર સહિતના શખસોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ રેન્જમાં દારૂ-જુગારની બદી અટકાવવાના રેન્જ આઈ.જી. સંદીપસિંહના આદેશથી આરઆર સેલના પીએસઆઈ એમ.પી.વાળા સહિતના સ્ટાફ દ્વારા બાતમીના આધારે રાજકોટ-ચોટીલા નેશનલ હાઈ-વે ઉપર વોચ ગોઠવીને વાહન ચેકીંગની કાર્યવાહી હાથ ધરી હતી.

આ કામગીરી દરમિયાન જીજે-11-વાય 6072 નંબરની ટ્રક શંકાસ્પદ જણાતા તેને અટકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જો કે પોલીસને જોતા જ ટ્રક ચાલક વિદેશી દારૂના જથ્થા સાથેની ટ્રક મૂકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે 876 બોટલ વિદેશી દારૂ અને ટ્રક મળી કુલ રૂા.2.62 લાખની મત્તા કબજે કરી આ મામલે ગુનો નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.