@નિકુંજ પટેલ
અમેરિકામાં ગેરકાયદે ઘુસાડવાના કબૂતરબાજીના મસમોટા કેસમાં સીઆડી ક્રાઈમે 14 એજન્ટો સામે ગુનો નોંધ્યો છે. ગેરકાયદે પ્રવાસીઓને લઈને જઈ રહેલી ફ્લાઈટને ફ્રાન્સના વેટ્રી એરપોર્ટ પર અટકાવીને તપાસ હાથ ધરવામાં આવી હતી. આ ફ્લાઈટમાં 300 જેટલા પ્રવાસી હતા. જેમાં 260 ભારટીય તથા 96 પ્રવાસી ગુજરાતી હોવાનો ખુલાસો થયો હતો.
બીજીતરફ આ કેસની તપાસ કરી રહેલી સીઆઈડી ક્રાઈમે ફ્રાન્સથી ડિપોર્ટ કરાયેલા પ્રવાસીઓની વિગતો મેળવી હતી. પોલીસે મુંબઈ એફઆરઆરઓ પાસેથી ઈમેલ દ્વારા આ અંગેની માહિતી મેળવી હતી. તે સિવાય પોલીસે કુલ 66 જણાના નિવેદનો પણ નોંધ્યા હતા. સીઆઈડી ક્રાઈમની તપાસમાં વલસાડ, દિલ્હી, મુંબઈ મહેસાણા તથા કલોલના 14 એજન્ટો સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું હતું. જેને આધારે પોલીસે તમામ એજન્ટો સામે ગુનો નોંધ્યો હતો.
મોટાભાગના મુસાફરો પાસેથી 21.12.2023ની લીજેન્ડ એરવેઝની ચાર્ટર્ડ પ્લેનની દુબઈ નિકારાગુઆની એર ટિકીટ મળી હતી. આ એજન્ટોમાં જોગીન્દ્ર ઉર્ફે જગી પાજી (દિલ્હી), જોગીન્દ્ર માનસરામ (દિલ્હી), સલીમ દુબઈ, સેમ પાજી, ચંદ્રેશ પટેલ (મહેસાણા), કિરણ પટેલ (મહેસાણા0, ભાર્ગવ દરજી (ગાંધીનગર), સંદિપ પટેલ (મહેસાણા), રાજુ પંચાલ (મુંબઈ), પિયુષ બારોટ (ગાંધીનગર) અપ્રિત સિંગ ઝાલા(ગાંધીનગર), રાજા ભાઈ (મુંબઈ), બિરેન પચેલ (ગાંદીનગર તથા જયેશ પટેલનો સમાવેશ થાય છે.
આ એજન્ટો વિરૃધ્ધ વોટ્સએપ ચેટ, નાણાકીય ટ્રાન્ઝેક્શન,તથા અન્ય દસ્તાવેજો સહિતના પુરાવા ઉપરાંત ગેરકાયદે અમેરિકા જતા પકડાયેલા લોકોના નિવેદનો પુરાવા તરીકે લામાં આવ્યા છે.
આરોપીઓએ છ મહિના પહેલા અમુક મુસાફરોનો સંપર્ક કર્યો હતો.જેમાં તેમને અમેરિકામાં ગેરકાયદે પહોંચાડવા તથા અમેરિકામાં ભારતીયોના ધંધાના સ્થળે નોકરી કે મજુરી અપાવવાની લોભામમી લાલચ આપી હતી. મુસાફરોને મેક્સિકોથી અમેરિકાની બોર્ડર ક્રોસ કરાવી જો પકડાઈ જાય તો પંજાબી હોય તો ખાલીસ્તાની કહેવાનું શીખવ્યું હતું. તે સિવાય ગુજરાતીઓને પણ પકડાય તો શું કરવું તે શીખવાડ્યું હતું.
પોલીસે આરોપીઓ વિરૃધ્ધ આઈપીસીની કલમ 370, 201 અને 120(બી)હેઠલ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:pocso/કર્ણાટકમાં 9માં ધોરણની વિદ્યાર્થીનીએ આપ્યો બાળકને જન્મ
આ પણ વાંચો:AKASH-NG MISSILE TEST/ભારતે બતાવી તેની કુશળતા, નીચા ઉડતા એરિયલ ટાર્ગેટને AKASH-NG એ તોડી પાડ્યું અને તેની…..
આ પણ વાંચો:Youth Power-PM Modi/યુવાનો તીર્થસ્થળો પર સ્વચ્છતા અભિયાન ચલાવેઃ પીએમ મોદી