ભારતનાં વિદેશમંત્રી એસ. જયશંકર દ્રારા ‘સાર્કમાં ઘણી સમસ્યાઓ હોવાનું મોટું નિવેદન આપવામા આવ્યું છે. વિદેશમંત્રી ડૉ. એસ. જયશંકરનું માનવું છે કે સાર્કમાં ઘણી બધી સમસ્યાઓ છે અને તેઓ બધા જ દેશો જાણે પણ છે. સાર્કમાં એક દેશની બીજા દેશ સાથેની કનેક્ટિવિટી એ સૌથી મોટી સમસ્યા છે. સાર્ક દેશો એકબીજા સાથે બિલકુલ જોડાયેલા નથી કે જડાયેલા રહેવા માંગતા નથી. જયશંકરનાં મત અનુસાર સાર્કમાં આતંકવાદ સાથે સાથે અનેક બાબતે એવી છે જે સાર્ક દેશોને એકમેકથી દૂર કરી રહ્યું છે એક બીજા સાથે જોડાયેલા રહેવા દેતી નથી. જે સાર્કને શક્તિ અને ઉર્જા વિહોણું બનાવી દે છે.

વિદેશમંત્રી એસ. જયશંકરનાં મત પ્રમાણે સાર્ક કરતા BIMSTEC – બિમ્સટેક દેશોમાં આપશી જોડાણ અને ઊર્જા વધારે જોવા મળે છે. અને તેનાથી સમનવયની શક્યતાઓ પણ વધે છે. એવું તાર્કીક રાતે માનવામાં આવે છે કે વિદેશ પ્રધાનનું લક્ષ્ય આ મામલે પાકિસ્તાન તરફ હતું. નિષ્ણાતોનાં જણાવ્યા પ્રમાણે PM મોદીનાં શપથ વિધિ સમારંભમાં સાર્કની જગ્યાએ BIMSTEC – બિમ્સટેક દેશોને આમંત્રણ આપવું, તે પાકિસ્તાનને ફરી વિશ્વ ફલક પર અલગ કરવાની વ્યૂહરચનાનો એક ભાગ જ હતો .

જો કે ભારતનાં વિદેશમંત્રી દ્રારા તે પણ સ્પષ્ટતા કરવામા આવી હતી કે ભારત તેના તમામ પાડોશી દેશો સાથેના સંબંધો પર સારા રાખવા ઇચ્છુક છે. પડોશી દેશોને પણ મદદ કરવી તે ભારતની જવાબદારી છે કારણ કે દક્ષિણ એશિયાનાં દેશોમાં ભારત સૌથી મોટું અર્થતંત્ર છે.
