Gujarat weather News:ગુજરાતમાં આ વર્ષે શિયાળાની ઋતુ અપેક્ષા કરતાં વધુ હળવી રહી છે, અને હવે મિશ્ર ઋતુના અહેસાસ સાથે પવનની દિશા બદલાતા ગરમીનો (Gujarat Heat Rise) અહેસાસ વધી રહ્યો છે.હવામાન વિભાગના તાજેતરના અહેવાલો અનુસાર, રાજ્યમાં મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો જોવા મળી રહ્યો છે, જેમાં રાજકોટ અને સુરેન્દ્રનગર જેવા વિસ્તારોમાં 33 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ તાપમાનના વધારા પાછળ અલ નિનોની અસર અને પશ્ચિમી વિક્ષેપોની કમજોરી મુખ્ય કારણો છે, જે વૈશ્વિક જળવાયુ પરિવર્તનના સંકેત આપે છે.
ગુજરાતમાં ગરમીનો (Gujarat Heat Rise) પારો હાઈ!
ભારતીય હવામાન વિભાગ (IMD)ની તાજેતરની આગાહી પ્રમાણે, રાજ્યના વિવિધ શહેરોમાં તાપમાનમાં વધુ વધારો જોવા મળશે. કંડલા અને ભુજમાં 33.6 ડિગ્રી, અમદાવાદમાં 32.6 ડિગ્રી, ડીસામાં 32.8 ડિગ્રી, ગાંધીનગરમાં 32.7 ડિગ્રી અને સુરતમાં 31.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. IMDના અહેવાલમાં જણાવાયું છે કે ઉત્તર-પશ્ચિમ ભારતમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 3થી 5 ડિગ્રી વધુ રહેશે, જેમાં ગુજરાત પણ સામેલ છે.અમદાવાદમાં આજે સવારે તાપમાન 21 ડિગ્રી આસપાસ રહ્યું હતું, જ્યારે આગામી દિવસોમાં તે 29 ડિગ્રી સુધી પહોંચી શકે છે, અને માર્ચ મહિનામાં વધુ ગરમીની (Gujarat Heat Rise) આગાહી છે.

પહાડી રાજ્યો જેમ કે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય છે. IMDની આગાહી અનુસાર, 26થી 28 ફેબ્રુઆરી દરમિયાન વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે, જ્યારે 2 અને 3 માર્ચે પણ આવું જ વાતાવરણ રહેશે.
આ વિક્ષેપોના કારણે હિમાલય વિસ્તારમાં ઠંડી વધશે, પરંતુ તેની અસર મેદાની વિસ્તારો અને ગુજરાત સુધી ઓછી પહોંચશે. પરિણામે, ભારતના અનેક ભાગોમાં તાપમાનમાં (Gujarat Heat Rise) 3થી 5 ડિગ્રીનો વધારો જોવા મળશે.
આ પણ વાંચો:ગુજરાતમાં પવન સાથે મિશ્ર હવામાન, દિવસે ગરમી, રાત્રે ઠંડીનો અહેસાસ
આ પણ વાંચો:ગુજરાતમાં ભરશિયાળે કમોસમી વરસાદની એન્ટ્રી, હવામાન વિભાગે જાહેર કર્યું યલો અલર્ટ, ખેડૂતોમાં ચિંતા વધી
આ પણ વાંચો:ગુજરાતમાં કાતિલ ઠંડીની એન્ટ્રી! હવામાન વિભાગે કરી બેવડી ઋતુની આગાહી
