ઉત્તર ગુજરાતમાં પૂરના પાણી ઓર્સયા બાદ રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્તોને સહાય આપવામાં ધાંધીયા થઈ રહ્યા છે. જ્યાં બનાસકાંઠામાં પૂરને કારણે ભારે નુકસાન થયું તે પછી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે સહાયની જાહેરાત કરી.પણ તેમાંથી અનેક લોકોને હજી પણ રાહત મળી નથી. સ્થળ પર શું સ્થિતિ છે તેની તપાસ કરવા માટે મંતવ્ય ન્યૂઝની ટીમે વાવ તાલુકાના ગામોની મુલાકાત લીધી ત્યારે સરકારના ખોટા વાયદાઓ અંગેનો ખ્યાલ આવ્યો કે અનેક લોકોને હજુ પણ સહાય મળી નથી. આ વિસ્તારમાંથી ચૂંટાયેલા શંકરભાઇ ચૌધરી સરકારમાં મંત્રી છે છતાં આ વિસ્તારની ઉપેક્ષા થતા લોકોમાં સરકાર સામે રોષ જોવા મળી રહ્યો છે.
આ વિસ્તારનાં અનેક અસરગ્રસ્તો સહાય ન મળી હોવાની વાત ઉચ્ચારી રહ્યા છે.ત્યારે આ વાતની ખરાઈ કરવા મંતવ્ય ન્યૂઝની ટીમ વાવ તાલુકાના ધરાધર ગામે પહોંચી અને એ જાણવાની કોશિશ કરી કે લોકોને સહાય મળી છે કે કેમ.?જ્યાં લોકોમાંથી મંત્રી શંકરભાઇ ચૌધરી સામે ભારોભાર અસંતોષ વ્યક્ત થયો હતો.ધરાધર ગામ શંકર ચૌધરીના વિધાનસભા ક્ષેત્રમાં આવે છે, પણ એક મહિનો થવા છતાં તંત્ર દ્વારા આ ગામના ખબર પણ પૂછાઈ નથી. વાવ તાલુકાના કુલ 78 ગામ છે. તેમાંથી માત્ર 17 ગામોમાં જ કેશ ડોલ્સ ચૂકવાયા છે. બાકી ગામોના લોકોને કોઈ સહાય મળી નથી અને તેમાં ધરાધર ગામનો પણ સમાવેશ થાય છે.ઘરવિહોણી કપરી પરિસ્થિતીમાંથી પસાર લોકોમાં તંત્રના ખોટે ખોટા વાયદાઓને લઈને આક્રોશ જણાઈ રહ્યો છે..
ઉત્તર ગુજરાતમાં પૂરના પાણી ઓર્સયા બાદ રાજ્ય સરકાર દ્વારા અસરગ્રસ્તોને સહાય આપવામાં ધાંધીયા થઈ રહ્યા છે. જ્યાં બનાસકાંઠામાં પૂરને કારણે ભારે નુકસાન થયું તે પછી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે સહાયની જાહેરાત કરી.પણ તેમાંથી અનેક લોકોને હજી પણ રાહત મળી નથી. સ્થળ પર શું સ્થિતિ છે તેની તપાસ કરવા માટે મંતવ્ય ન્યૂઝની ટીમે વાવ તાલુકાના ગામોની મુલાકાત લીધી ત્યારે સરકારના ખોટા વાયદાઓ અંગેનો ખ્યાલ આવ્યો કે અનેક લોકોને હજુ પણ સહાય મળી નથી. આ વિસ્તારમાંથી ચૂંટાયેલા શંકરભાઇ ચૌધરી સરકારમાં મંત્રી છે છતાં આ વિસ્તારની ઉપેક્ષા થતા લોકોમાં સરકાર સામે રોષ જોવા મળી રહ્યો છે.
આ વિસ્તારનાં અનેક અસરગ્રસ્ત પરિવાર સહાય ન મળી હોવાની વાત ઉચ્ચારી રહ્યા છે.ત્યારે આ વાતની ખરાઈ કરવા મંતવ્ય ન્યૂઝની ટીમ વાવ તાલુકાના ધરાધર ગામે પહોંચી અને એ જાણવાની કોશિશ કરી કે લોકોને સહાય મળી છે કે કેમ.?જ્યાં લોકોમાંથી મંત્રી શંકરભાઇ ચૌધરી સામે ભારોભાર અસંતોષ વ્યક્ત થયો હતો.ધરાધર ગામ શંકર ચૌધરીના વિધાનસભા ક્ષેત્રમાં આવે છે, પણ એક મહિનો થવા છતાં તંત્ર દ્વારા આ ગામના ખબર પણ પૂછાઈ નથી. વાવ તાલુકાના કુલ 78 ગામ છે. તેમાંથી માત્ર 17 ગામોમાં જ કેશ ડોલ્સ ચૂકવાયા છે. બાકી ગામોના લોકોને કોઈ સહાય મળી નથી અને તેમાં ધરાધર ગામનો પણ સમાવેશ થાય છે.ઘરવિહોણી કપરી પરિસ્થિતીમાંથી પસાર લોકોમાં તંત્રના ખોટે ખોટા વાયદાઓને લઈને આક્રોશ જણાઈ રહ્યો છે..