ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસ સતત વધી જ રહ્યા છે. ત્યારે સુરતમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. આવામાં શહેરના વરાછા અને કતારગામ વિસ્તારમાં કોરોના બેકાબુ બન્યો છે. શહેરમાંથી દરરોજ આવતા કેસમાં 35 ટકાથી વધુ કેસ આ બે વિસ્તારના હોય છે.
આપને જણાવી દઈએ કે આજે વરાછા વિસ્તારમાં આવેલ ઉમિયાધામ મંદિરે ઉકાળો બનાવીને સમગ્ર વિસ્તારમાં આ આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવશે. આયુષ મંત્રાલય દ્વારા માન્યતા પ્રાપ્ત ઉકાળો લોકોને આપવામાં આવશે.
મહત્વનું છે કે હીરા વ્યવસાયિકોમાં કોરોનાના કેસ ખુબ જ વધી રહ્યા છે. જેના કારણે તમામ હીરા વ્યવસાયિકોને ઉકળાનું વિતરણ કરાશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
