Patan News : પાટણના મ્યુલ એકાઉન્ટના મામલામાં વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમાં રાકેશ જોશી નામના વ્યક્તિની પાટણમાં મ્યુલ અકાઉન્ટ સંબંધિત મામલે પોલીસે ધરપકડ કરી છે. સાયબર સેન્ટર ઓફ એક્સલન્સના SP એ આપેલી માહિતી અનુસાર, આરોપી ફ્રેમના નામે ખોલાયેલા એકાઉન્ટમાં 184 કરોડની ઠગાઇની રકમ જમા કરતો હતો.
મ્યુલ એકાઉન્ટ ની આ કામગીરીમાં આરોપીને દોઢ ટકા કમિશન મળતું હતું
SPએ વધુ જણાવ્યું કે, આરોપીઓનો મોબાઈલ કબજે કરવામાં આવ્યો છે અને તપાસમાં જાણવા મળ્યું છે કે, રાકેશ જોશી દિલીપ અને શૈલેષ ચૌધરી સાથે કામ કરતો હતો. આરોપીને આ કામગીરીમાં દોઢ ટકા કમિશન મળતું હતું.
184 કરોડ રુપિયાની ઠગાઇ કરવામાંઆવી હતી
પોલીસ મ્યુલ એકાઉન્ટ મામલે આગળની તપાસ ચાલુ રાખી રહી છે અને અન્ય સંભવિત આરોપીઓને ઝડપી લેવા પ્રયાસો ચાલી રહ્યા છે. પોલીસે કહ્યું કે 196 ફરિયાદો આ ખાતાની હતી અને 184 કરોડ રુપિયાની ઠગાઇ કરાઇ હતી.
