GST raid/ ગુજરાતમાં બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ

ટીમે 14 ઠેકાણાએ બોગસ બિલિંગના આધારે દરોડા પાડ્યા હતા.

Top Stories Gujarat Breaking News

Gujarat New: રાજ્યમાં ચાલતા બોગસ બિલિંગ કૌભાંડનો (Bogus Billing Scam) પર્દાફાશ થયો છે. કેન્દ્રને કરવામાં આવેલી ફરિયાદોના આધારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ (Ahmedabad Crime Branch), એસઓજી (SOG) અને સેન્ટ્રલ જીએસટીએ સંયુક્ત ઓપરેશન પાર પાડી મોટી કાર્યવાહી કરી છે. ટીમે 14 ઠેકાણાએ બોગસ બિલિંગના આધારે દરોડા પાડ્યા હતા.

ગુજરાતમાં અમદાવાદ, જૂનાગઢ, સુરત, ખેડા, ભાવનગરમાં ક્રાઈમ બ્રાન્ચ એક્શનમાં જોવા મળી હતી. 2023માં બોગસ કંપની બનાવી છેતરપિંડી કરી કરોડોની ઠગાઈ કરી હતી. કંપનીઓ ઈનપુટ ટેક્સ ક્રેડિટ મેળવવા અને તેને પસાર કરવા કાર્ય કરતી હતી હોવાની બાતમી મળી હતી, જેના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા.

સૂત્રો મુજબ તપાસમાં જાણવા મળ્યું કે દેશભરમાં 200થી વધુ કંપનીઓએ છેતરપિંડી કરી છે, જેમાં તપાસ એજન્સીઓએ 10થી વધુ આરોપીઓને નોટિસ ફટકારી છે. 13 કંપનીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. મળતી માહિતી મુજબ હાલમાં તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે, કાયદેસરની કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે.

અગાઉ ભાવનગરમાં બોગસ બિલિંગ પ્રવૃતિ પર અંકુશ લાવવાના દાવાઓ વચ્ચે ભાવનગર સેન્ટ્રલ જીએસટી દ્વારા મોટી કામગીરી હાથ ધરવામાં આવી છે. સેન્ટ્રલ GST એ બનાવટી જ્વેલરીના ધંધામાં સંડોવાયેલી જૂનાગઢ અને પોરબંદરમાં શંકાસ્પદ કંપનીઓ અને તેના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સની ઓફિસો અને રહેઠાણો પર દરોડા પાડ્યા હતા.

ગુજરાતમાં જીએસટીના અમલીકરણને સાત વર્ષ પૂરા થયા છે ત્યારે આ સાત વર્ષમાં અત્યાર સુધીમાં લગભગ એક લાખ કરોડનું બોગસ બિલિંગ પકડાયું છે. આ બોગસ બિલિંગ દ્વારા રાજ્યમાં રૂ. 11,500કરોડથી વધુ રકમની કરચોરી કરવામાં આવી છે. આ કરચોરી બોગસ બિલિંગ દ્વારા ખોટી રીતે ઇનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) મેળવીને કરવામાં આવી છે.

અસંખ્ય નિયમો ફેરફારો છતાં, નકલી બિલિંગ કૌભાંડો ચાલુ રહે છે, જેના કારણે નોંધપાત્ર કરચોરી થાય છે અને તિજોરીને નોંધપાત્ર નુકસાન થાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, વિભાગ દ્વારા ચોરી કરાયેલી રકમમાંથી માત્ર 5%, આશરે રૂ. 550 કરોડની વસૂલાત કરવામાં આવી છે. એકલા નાણાકીય વર્ષ 2024માં, બોગસ બિલિંગના 2,729 કેસો નોંધાયા હતા, જેમાં ટેક્સને છટકાવવા માટે નકલી GST નોંધણીઓ સામેલ હતી. કેસની સંખ્યામાં 50%નો વધારો થયો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃGST: રાજ્યમાં સાત વર્ષમાં પકડાયું એક લાખ કરોડનું બોગસ બિલિંગ

આ પણ વાંચોઃGSTના રૂ. 400 કરોડના બોગસ બિલિંગના કેસમાં ત્રણની ધરપકડ

આ પણ વાંચોઃગુજરાતમાં બોગસ બિલિંગ દ્વારા કરચોરીમાં રૂ. 11,613 કરોડનું નુકસાન