Surendranagar News/ સુરેન્દ્રનગરમાં સાયલા રોડ પર અકસ્માત, 10થી વધુ બાળકો ઈજાગ્રસ્ત અને 1નું મોત

ઘાયલ બાળકોને 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ ગયા હતા.

Top Stories Gujarat Breaking News
Accident on Sayla Road in Surendranagar more than 10 children injured and 1 dead kp 2025 04 01 સુરેન્દ્રનગરમાં સાયલા રોડ પર અકસ્માત, 10થી વધુ બાળકો ઈજાગ્રસ્ત અને 1નું મોત

Surendranagar News: સુરેન્દ્રનગર (Surendranagar)નાં સુદામડા ગામમાં ખાનગી શાળા (School)ના બાળકોને લઈ જતી સ્કૂલ વાન (School van) વાંટાવચ્છ ગામ પાસે એક પૂરપાટ ઝડપે આવતાં ડમ્પર (Dumper) સાથે અથડતાં દુર્ઘટના (Tragedy) સર્જાઈ હતી. આ વાનમાં મુસાફરી કરી રહેલા 10 થી વધુ બાળકો અને ડ્રાઇવર ઈજાગ્રસ્ત (Injured) થયા હતા અને એક બાળકનું મોત (Death) થયું હતું. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યાં હતા, તેમજ શાળા અને વાલીઓને ઘટનાની જાણ કરવામાં આવી હતી.

રાજયમાં દિવસે ને દિવસે અકસ્માત (Accident)ની સંખ્યમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગરનાં સાયલા (Sayla) તાલુકામાં સુદામડા ગામ (Sudamada Village) પાસે ગઈકાલે દુર્ઘટના સર્જાઈ હતી. સરકારી હોસ્પિટલ (Hospital)માં લઈ જવામાં આવેલા કુલ 6 બાળકોમાંથી 1 બાળકનું સારવાર દરમિયાન મૃત્યુ થતાં ચકચાર મચી ગઈ હતી. ધોરણ 8 માં અભ્યાસ કરતા 13 વર્ષના વિદ્યાર્થી રોહિત વાજકાણીના મૃત્યુથી પરિવાર શોકમાં ડૂબી ગયો છે, જ્યારે અન્ય ગંભીર રીતે ઘાયલ બાળકોની સારવાર ચાલુ છે. અકસ્માત બાદ ડમ્પર ચાલક વાહન લઈને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માત (Accident) સમયે વાંટાવાચ ગામના બસ સ્ટેન્ડ પર હાજર લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ઘાયલ બાળકોને 108 એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઈ ગયા હતા.

સ્કૂલ વાન સાથે અકસ્માતના સમાચાર મળતા જ બાળકોના માતા-પિતા હોસ્પિટલ પહોંચી ગયા. ડમ્પર સાથેની ટક્કરમાં સ્કૂલ વાનમાં મુસાફરી કરી રહેલા 10 થી વધુ ઘાયલ બાળકોમાંથી, કુલ 6 વધુ ઘાયલોને સુરેન્દ્રનગર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, પ્રાપ્ત  માહિતી મુજબ, સુદામડા ગામમાં ભાગવત કથાનું આયોજન થવાનું હતું જેમાં બાળકો સાંસ્કૃતિક કાર્યક્રમની તૈયારી કરવા આવ્યા હતા પરંતુ વાનનો અકસ્માત થતાં દુર્ઘટના સર્જાઈ હતી. દુર્ઘટનાની જાણ પોલીસે થતાં સ્થાનિક પોલીસ (Police) ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

અગાઉ અમદાવાદ (Ahmedabadના ગોતા બ્રિજ (Gota Bridge) પર બાળકોને શાળાએ લઈ જતા વાહનનો અકસ્માત સર્જાયો હતો. જેમાં 12 જેટલા બાળકોને વાન સ્કુલ  લઈ જઈ રહી હતી બાળકોને સામાન્ય ઈજા થઈ હતી અને તેમને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. મળતી માહિતી મુજબ ગોતા બ્રિજ પર સ્કૂલ વાન અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. કારે સ્કૂલ વાનને પાછળથી ટક્કર મારતાં આ અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું હતું આ અકસ્માત એટલો ભયાનક હતો કે સ્કૂલ વાનના કાચ તૂટી ગયા હતા તેમજ સ્કૂલવાન ડિવાઇડર પર ચડી ગઇ હતી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બમરોલી રોડ પર પરિવારને નડ્યો અકસ્માત, લોકોએ કાર ચાલકને માર્યો ઢોર માર

આ પણ વાંચો:અમદાવાદમાં ચાંદખેડામાં ભયાનક અકસ્માતના CCTV આવ્યા સામે

આ પણ વાંચો:રાજકોટ કાર અકસ્માતમાં ‘ડ્રાઈવર’ની આખરે ધરપકડ, પરિવારે મૃતદેહ સ્વીકાર્યો