Not Set/ #Rajkot/ આજે સવારથી જ પાન-મસાલા ખરીદવા લોકોની ઉમટી ભીડ, કરણપરામાં દુકાન બહાર જોવા મળી ગુંડાગર્દી

છેલ્લા ઘણા દિવસોથી પાન-મસાલા માટે વલખા મારી રહેલા લોકો માટે સોમવારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મોટી જાહેરાત કરતા આજથી આ દુકાનોને ખોલવાની પરવાનગી આપી દીધી છે. રાજ્યમાં આજથી પાન-મસાલાની દુકાનો ખુલતા જ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ખાસ કરીને રાજકોટની વાત કરીએ તો અહી લોકોની ખુશીનો અંદાજો તે વાત થી લગાવી શકાય છે કે આજ […]

Gujarat Rajkot

છેલ્લા ઘણા દિવસોથી પાન-મસાલા માટે વલખા મારી રહેલા લોકો માટે સોમવારે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ મોટી જાહેરાત કરતા આજથી આ દુકાનોને ખોલવાની પરવાનગી આપી દીધી છે. રાજ્યમાં આજથી પાન-મસાલાની દુકાનો ખુલતા જ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ખાસ કરીને રાજકોટની વાત કરીએ તો અહી લોકોની ખુશીનો અંદાજો તે વાત થી લગાવી શકાય છે કે આજ સવારથી જ પાન-મસાલાની દુકાન સામે લાંબી કતારમાં લોકો ઉભા રહેલા જોવા મળી રહ્યા છે.  

રાજકોટવાસીઓનાં પાન-મસાલા પ્રત્યેનાં પ્રેમથી લગભગ સમગ્ર ગુજરાત વાકેફ છે અને આજે એ વાતને રાજકોટવાસીઓએ સમર્થન પણ આપી દીધુ છે. રાજકોટનાં વિવિધ વિસ્તારોમાં પાન-મસાલાની દુકાન ખુલતા જ લોકોએ દુકાન બહાર લાંબી લાઇન લગાવી હતી. ફાકીનાં શોખીનો વહેલી સવારે દુકાન ખુલે તે પહેલા જ દુકાન બહાર ગોઠવાઇ ગયા હતા. પરંતુ આ દરમિયાન એક એવો કિસ્સો પણ સામે આવ્યો જેના કારણે આ પાન-મસાલાની દુકાનોવાળાને પોતાની દુકાન બંધ કરવાની ફરજ પડી હતી.

શહેરનાં કરણપરા વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્વોએ પાન-માવાની દુકાને આવી ગુંડાગર્દી કરી હતી. લોકો લાઇનમાં ઉભા હોવા છતા તમામને અવગણી દુકાનદાર પાસે મસાલાની માગ કરી અને ફાકી ન મળતા હોબાળો કર્યો હતો. વાત એટલી હદે વણસી ગઇ કે, દુકાનદારોને સોશિયલ ડિસટન્સનું પાલન કરાવવા દુકાન બંધ કરવાની ફરજ પડી હતી. સાથે જ પોલીસને દરમિયાનગીરી કરવી પડી. પોલીસે ઘટના સ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો અને ફરીથી પાન, બીડી, સિગારેટનનું વેચાણ ચાલુ થયું હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.