Rajkot News : રાજકોટ રેલવે પોલીસની (Rajkot Railway Police)ગંભીર બેદરકારી સામે આવ્યા બાદ પોલીસ વિભાગે કાર્યવાહી કરી છે. રેલવે સ્ટેશન પરથી બાળક ગુમ (Missing Child)થવાની ઘટના અંગે ફરિયાદ કરવા પહોંચેલા પરિવારને યોગ્ય મદદ કરવાને બદલે 24 કલાક રાહ જોવાનું કહેનાર મહિલા ASI કામિની મારણકાને (Kamini Maranka)સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ફરજ દરમિયાન ગોદડું ઓઢીને સૂતેલા મહિલા ASIનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં પોલીસ તંત્રમાં ચર્ચા શરૂ થઈ હતી. સમગ્ર મામલે પશ્ચિમ રેલવેના SP યશપાલ જગાણીયાએ 22 નવેમ્બરે સસ્પેન્શનનો નિર્ણય લીધો છે.
Rajkot Railway Policeની બેદરકારીનો વીડિયો વાયરલ
મળતી માહિતી મુજબ, 21 નવેમ્બરની વહેલી સવારે રાજકોટ રેલવે સ્ટેશન પરથી એક 13 વર્ષનો કિશોર ગુમ (Missing Child)થયો હતો. પરિવારજનોને જાણ થતાં બાળકના મામા મુરલીભાઈ ભાવનાણી બાળકની શોધખોળ અને ફરિયાદ માટે રાજકોટ રેલવે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા.
આ સમયે ફરજ પર મહિલા ASI કામિની મારણકા (Kamini Maranka)PSO તરીકે હાજર હતાં. જોકે, તેઓ પોલીસ સ્ટેશનમાં ગોદડું ઓઢીને સૂતાં હતાં. બાળક ગુમ થયાની જાણ કરવા છતાં તેમણે પરિવારને 24 કલાક રાહ જોયા બાદ ફરિયાદ નોંધાવવા આવવાનું કહ્યું હતું. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા હતા.
મોબાઈલ ગેમ રમવા બાબતે માતાએ ઠપકો આપ્યો હતો
બીજી તરફ, પોલીસ તપાસમાં બાળક ઘરેથી નીકળી જવા પાછળનું કારણ પણ સામે આવ્યું છે. રાજકોટના ગાયકવાડી વિસ્તારમાં રહેતા હરેશભાઈના 13 વર્ષના પુત્રને મોબાઈલ ગેમ રમવા બાબતે માતાએ ઠપકો આપ્યો હતો. આ વાતનું લાગી આવતાં કિશોર ઘરેથી નીકળી ગયો હતો.
ત્યારબાદ તેણે અજાણ્યા વ્યક્તિના મોબાઈલ નંબર પરથી પરિવારને ફોન કરીને પોતે દ્વારકા (Dwarka)જઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું. આ દરમિયાન બાળકે એક પાનની દુકાનેથી પોતાના નાના સાથે વાત કરાવી હતી અને મુસાફરી માટે 300 રૂપિયા મંગાવ્યા હતા. આ ઘટનાને પગલે પરિવારજનો ચિંતામાં મુકાયા હતા.
ઓખા-ભાવનગર લોકલ ટ્રેનમાંથી બાળકને શોધી કાઢ્યો
બાળક ગુમ થયાની જાણ થયા બાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. રેલવે સ્ટેશનના CCTV ફૂટેજ અને ટ્રેનની વિગતોના આધારે પોલીસે બાળકની શોધખોળ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બાળક ઓખા-ભાવનગર લોકલ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યો હોવાનું સામે આવ્યું હતું.
પોલીસે ગણતરીના કલાકોમાં દ્વારકા પહોંચેલા બાળકને શોધી કાઢ્યો હતો. ત્યારબાદ તેને સુરક્ષિત રીતે રાજકોટ લાવી પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. બાળક મળી આવતાં પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.
ગંભીર બેદરકારી બદલ મહિલા ASI સસ્પેન્ડ
બાળક હેમખેમ મળી આવ્યા બાદ પણ રેલવે પોલીસ સ્ટેશનમાં (Rajkot Railway Police)ગંફરજ પર રહેલા મહિલા ASIની કામગીરીનો મુદ્દો ચર્ચામાં રહ્યો હતો. ફરિયાદ કરવા આવેલા પરિવારને મદદ કરવાને બદલે 24 કલાક રાહ જોવાનું કહેવા અને ફરજ દરમિયાન સૂતા હોવાનો વીડિયો સામે આવતાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ગંભીર નોંધ લીધી હતી.
આ મામલે પશ્ચિમ રેલવેના SP યશપાલ જગાણીયાએ 22 નવેમ્બરે મહિલા ASI કામિની મારણકાને (Kamini Maranka)સસ્પેન્ડ કરવાનો આદેશ આપ્યો હતો. આ કાર્યવાહીથી પોલીસ કર્મચારીઓની ફરજ પ્રત્યેની જવાબદારી અને નાગરિકોની ફરિયાદો પ્રત્યેની સંવેદનશીલતાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે.
આ પણ વાંચો: પોલીસની બેદરકારીના કારણે બળાત્કાર પીડિતાના પિતાએ ગુમાવ્યો જીવ! FIR માટે લગાવી રહ્યા હતા ચક્કર
આ પણ વાંચો: સુરેન્દ્રનગર/ પોલીસની બેદરકારી આવી સામે, લીંબડી સબ જેલમાંથી ચાર કેદીઓ ફરાર
