Jharkhand News: ઝારખંડ (Jharkhand)ના બરહેટમાં કોલસા (Coal) ભરેલી બે માલગાડીઓ (Goods Train) એકબીજા સાથે અથડાઈ હોવાની માહિતી સામે આવી છે. ફરક્કાથી લાલમતિયા જતી માલગાડી બરહેતમાં ઉભી હતી ત્યારે કોલસા ભરીને જતી માલગાડી (Goods Train) ત્યાંથી પસાર થતાં અથડાઈ હતી પરિણામે દુર્ઘટના સર્જાઈ હતી.
બે ટ્રેન (Train) એટલી જોરથી અથડાઈ કે બંને એન્જિનન કચ્ચરઘાણ નીકળી ગયો અને તેમાં આગ (Fire broke out) લાગી ગઈ. આગ લાગતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી. ફાયર બ્રિગેડે ઘટનાસ્થળે પહોંચીને આગ બુઝાવી દીધી હતી. હાલમાં એક મૃતદેહને હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમમાં મોકલવામાં આવ્યો છે, જ્યારે બીજો મૃતદેહ હજુ પણ એન્જિનમાં ફસાયેલો છે. આ દુર્ઘટના સવારે લગભગ 3.30 વાગ્યે બની હતી. આ લાઇન પર માલગાડીઓ (Goods Train)નું સંચાલન બંધ થઈ ગયું છે. રાબેતા મુજબ ટ્રેન શરૂ કરવામાં બે થી ત્રણ દિવસ લાગી શકે છે.
બે મહિના અગાઉ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના ફતેહપુર (Fatehpur)માં આજે એક ભયંકર ટ્રેન અકસ્માત (Train Accident) થયો હતો. રેડ સિગ્નલ (Red Signal) પર ઉભેલી માલગાડીને સામેથી બીજી માલગાડી (Goods Train)એ ટક્કર મારી. ટક્કર થતાં જ ટ્રેનનું એન્જિન (Train’s Engine) પાટા પરથી ઉતરી ગયું અને ઝાડીઓમાં પડી ગયું. આ અકસ્માતમાં બંને ટ્રેનના લોકો પાયલોટ ગંભીર રીતે ઘાયલ થયા હતા. લોકોની મદદથી તેમને બચાવી લેવામાં આવ્યા હતા અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ અકસ્માત મંગળવાર, 4 ફેબ્રુઆરીના રોજ સવારે 8 વાગ્યે થયો હતો. કાનપુર (Kanpur) અને ફતેહપુર વચ્ચે ખાગામાં પમ્ભીપુર નજીક ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (DFC) પર થયેલા અકસ્માતની માહિતી મળતા જ રેલવે અધિકારીઓ, પોલીસ અને GRP ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ ટ્રેક પર ફક્ત માલગાડીઓ જ દોડે છે, તેથી પેસેન્જર ટ્રેનોની અવરજવર પર કોઈ અસર પડી નથી, પરંતુ રેલ્વે મંત્રાલયે તપાસનો આદેશ આપ્યો છે કે છેલ્લી ભૂલ કોની હતી?
આ પણ વાંચો:પંજાબમાં થયો અકસ્માત અથડાઈ 2 માલગાડીઓ,500 થી વધુ લોકોના બચ્યા જીવ
આ પણ વાંચો:બાંકુરામાં મોટો ટ્રેન અકસ્માત, 2 માલગાડીઓ સામસામે અથડાઈ, 6 ડબ્બા પાટા પરથી ઉતર્યા, ડ્રાઈવર ઘાયલ
