National News/ નાગપુરમાં NGO વડા રિયાઝ કાઝીની ધરપકડ, HR હેડની છેડતી અને ધાર્મિક દબાણના ગંભીર આરોપ

નાગપુરમાં બાળકો માટે કામ કરતા NGO ના ચીફ રિયાઝ ફાઝિલ કાઝીની મહિલા કર્મચારીઓની છેડતી અને ધાર્મિક દબાણ લાવવાના આરોપસર ધરપકડ કરાઈ છે. ATS આ મામલે સમાંતર તપાસ કરી રહી છે.

NATIONAL Top Stories India
નાગપુર NGO માં યૌન શોષણનો પર્દાફાશ!

Nagpur NGO Chief Arrested: મહારાષ્ટ્રના નાગપુરમાં બાળકો માટે કામ કરતા એક જાણીતા NGO ના ચીફ રિયાઝ ફાઝિલ કાઝીની યૌન શોષણ અને ધાર્મિક ભેદભાવના આરોપસર ધરપકડ કરવામાં આવી છે. અનેક યુવતીઓની ફરિયાદ બાદ મનકાપુર પોલીસે FIR નોંધીને આ કાર્યવાહી કરી છે. આ કેસની ગંભીરતાને જોતા મહારાષ્ટ્ર ATS (આતંકવાદ વિરોધી ટુકડી) એ પણ NGO ના ફંડિંગ અને અન્ય કનેક્શન અંગે સમાંતર તપાસ શરૂ કરી છે.

જન્મદિવસે જ NGO માં શરૂ કર્યો ગંદો ખેલ

કેસની મુખ્ય ફરિયાદકર્તા 23 વર્ષની એક યુવતી છે, જે આ NGO માં એડમિનિસ્ટ્રેશન અને HR હેડ તરીકે કામ કરતી હતી. FIR મુજબ, 18 જુલાઈ 2024 ના રોજ યુવતીના જન્મદિવસે ઓફિસમાં સેલિબ્રેશન બાદ આરોપી રિયાઝ કાઝીએ તેને કેબિનમાં બોલાવી હતી. ત્યાં તેની મરજી વિરુદ્ધ તેને ગળે લગાવી, માથે ચુંબન કર્યું અને કહ્યું, “આજે હું તને જવા દેવા નથી માંગતો.” નોકરી ગુમાવવાના ડરથી યુવતી તે સમયે કશું બોલી શકી નહોતી.

CCTV બંધ કરીને કરતો હતો છેડતી

પીડિતાએ આરોપ લગાવ્યો છે કે આરોપી વારંવાર તેને ગળે લગાવવાની કોશિશ કરતો હતો. એક ઘટનામાં તો તેણે છેડતી કરતા પહેલા ઓફિસના CCTV નો પ્લગ પણ કાઢી નાખ્યો હતો. વિરોધ કરવા પર આરોપી તેની સાથે ખરાબ વર્તન કરતો હતો. એટલું જ નહીં, મહિલા સ્ટાફ પર નજર રાખવા માટે તેણે સોશિયલ મીડિયા પર ફેક એકાઉન્ટ્સ પણ બનાવ્યા હતા.

ધાર્મિક રીતિ-રિવાજો થોપવાનો પ્રયાસ

ફરિયાદમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો થયો છે. પીડિતાની મોટી બહેન જે આ જ સંસ્થામાં આસિસ્ટન્ટ પ્રોજેક્ટ મેનેજર હતી, તેના પર આરોપી ચોક્કસ ધર્મની પ્રાર્થના કરવા અને આખું શરીર ઢંકાય તેવા ખાસ કપડાં પહેરવા દબાણ કરતો હતો. અન્ય કર્મચારીઓએ પણ ફરિયાદ કરી છે કે રિયાઝ કાઝી તેઓ બીજા ધર્મના હોવા છતાં તેમના પર પોતાના ધાર્મિક રિવાજો થોપતો હતો.

પોલીસ કાર્યવાહી અને તપાસ

આ મામલે 18 એપ્રિલે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે રિયાઝ ફાઝિલ કાઝીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. કોર્ટે આરોપીને 23 એપ્રિલ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યો છે. પોલીસ અત્યારે ઓફિસના CCTV ફૂટેજ અને અન્ય પુરાવાઓ એકત્ર કરી રહી છે. ATS આ સંસ્થાના આર્થિક વ્યવહારોની પણ તપાસ કરી રહી છે કે ક્યાંક આ સંસ્થા શિક્ષણના બહાને અન્ય કોઈ ગેરકાયદે પ્રવૃત્તિમાં તો સામેલ નથી ને?


આ પણ વાંચો: નાસિક TCS માં ધર્માંતરણ અને સતામણીના આક્ષેપ, 150 કર્મચારીઓને WFH

આ પણ વાંચો:  નવા મહિનામાં બદલાશે TCS, ડીમેટ અને જન્મ પ્રમાણપત્ર સંબંધિત નિયમો જાણો તેના વિશે