Jammu Kashmir News : જમ્મુ ક્ષેત્રમાં ફરી એકવાર જોરદાર વિસ્ફોટોનો અવાજ સંભળાઈ રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત અને પાકિસ્તાન બંને તરફથી ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. સંરક્ષણ સૂત્રોએ જણાવ્યું હતું કે જમ્મુ, સાંબા, પઠાણકોટ સેક્ટરમાં પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા છે. આ દરમિયાન, જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે હું જ્યાં છું ત્યાંથી વિસ્ફોટોના અવાજો સમયાંતરે આવી રહ્યા છે.
It’s my earnest appeal to everyone in & around Jammu please stay off the streets, stay at home or at the nearest place you can comfortably stay at for the next few hours. Ignore rumours, don’t spread unsubstantiated or unverified stories & we will get through this together.
— Omar Abdullah (@OmarAbdullah) May 9, 2025
આ સાથે સીએમ ઓમર અબ્દુલ્લાએ લોકોને પોતાના ઘરોમાં રહેવાની અપીલ કરી છે. તેમણે પોતાના એક્સ હેન્ડલ પર લખ્યું, “જમ્મુ અને તેની આસપાસના તમામ લોકોને મારી નમ્ર અપીલ છે કે તેઓ ઘરે અથવા નજીકના સ્થળે રહે જ્યાં આગામી થોડા કલાકો માટે આરામથી રહી શકાય. અફવાઓ પર ધ્યાન ન આપો, પાયાવિહોણી કે ખોટી વાતો ફેલાવશો નહીં. સાથે મળીને આપણે આ પરિસ્થિતિનો સામનો કરીશું.”
જમ્મુના સાંબાથી પણ બ્લેકઆઉટના સમાચાર આવી રહ્યા છે. જો સૂત્રોનું માનીએ તો, સાંબાના આકાશમાં પણ સતત અવાજો સંભળાઈ રહ્યા છે. બીજી તરફ, સેનાએ આ કેવા પ્રકારનો અવાજ છે તેની તપાસ શરૂ કરી દીધી છે. આ દરમિયાન, જમ્મુના પૂંછમાં બંને બાજુથી ભારે ગોળીબાર શરૂ થયો છે. એલઓસી પરથી તોપમારો અને મશીનગન ફાયરના અવાજો આવી રહ્યા
આ પણ વાંચો:વલસાડ પોલીસે માછીમારોને સાવધાન રહેવા સૂચના આપી
આ પણ વાંચો:જામનગરમાં વહેલી સવારે પાકિસ્તાની ડ્રોન તોડી પડાયાની અફવા
આ પણ વાંચો:CM ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે બેઠક, સરકારી કર્મીઓની રજા રદ
