Nepal Bus Accident: નેપાળના પાલ્પા જિલ્લામાં ગુરુવારે એક ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં છ લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં લગભગ 18 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ બસમાં કુલ 40 લોકો સવાર હતા. સુત્રોના જણાવ્યા પ્રમાણે બસના મુસાફરો ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે કાવરેપાલચોક પાસે લોકોથી ભરેલી બસને અકસ્માત નડ્યો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, આ અકસ્માત ગુરુવારે સાંજે લગભગ 6 વાગ્યે ગ્રામીણ પાલિકાના ચલાલ ગણેશસ્થાનના સલ્લાફેડમાં થયો હતો. પોલીસે જણાવ્યું કે અકસ્માતનું કારણ જાણી શકાયું નથી. ઘાયલોને શીયર મેમોરિયલ હોસ્પિટલ અને ધુલીખેલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. સાથે જ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોમાંથી ઘણાની હાલત નાજુક હોવાનું કહેવાય છે. રુપાંદેહી જિલ્લાના ખુરસેનથી સલઝાંડી જઈ રહેલી બસ મધુબન વિસ્તારમાં 60 મીટર નીચે પડી હતી. પોલીસ અધિકારીઓને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે ઘટનાસ્થળે મૃત્યુ પામેલા તમામ છ મુસાફરો મહિલાઓ હતા.
નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહલે આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વીટ કરીને લખ્યું છે કે હું ગઈકાલે રાત્રે પુષ્પા બસ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મુસાફરો પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરું છું અને તેમના પરિવારો પ્રત્યે મારી દિલથી સંવેદના વ્યક્ત કરું છું. હું ઘાયલોના ઝડપથી સાજા થવાની પ્રાર્થના કરું છું.
નોંધનીય છે કે નેપાળના પાલ્પા જિલ્લામાં ગુરુવારે એક ગમખ્વાર અકસ્માત થયો હતો. જેમાં છ લોકોના મોત થયા હતા. આ અકસ્માતમાં લગભગ 18 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ બસમાં કુલ 40 લોકો સવાર હતા. પ્રમાણે બસના મુસાફરો ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈને ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો
advisory/એરલાઇન્સ માટે DGCA એડવાઇઝરી, એરક્રાફ્ટમાં અભદ્ર વર્તન કરતા પેસેન્જરો સામે કાર્યવાહી કરાશે
Bharat Jodo Yatra/ પીએમ મોદીને પોતાની ભૂલ સ્વીકારવામાં એક વર્ષ કેમ લાગ્યો? : રાહુલ ગાંધી
Uttarayan Festival/ ઉતરાયણમાં ચાઇનીઝ દોરીને લઈને પોલીસ એક્શનમાં, તમામ વિસ્તારોમાં પોલીસનું ચેકિંગ
gdp data/GDP વૃદ્ધિની ગતિમાં આવશે મંદી! સરકારને 7% ના દરે વૃદ્ધિની અપેક્ષો
