Jamnagar News: જામનગરમાં (Jamnagar) જામસાહેબ (Jamsaheb) શત્રુશલ્યસિંહજીના વારસદાર તરીકે ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અજય જાડેજાનું (Former cricketer Ajay Jadeja) નામ પત્ર લખી જાહેર કર્યુ છે. તેમણે પત્રમાં જણાવ્યું છે કે જામનગરની પ્રજાની સેવા કરી જવાબદારી ઉઠાવશે, જાડેજાએ મારા વારસદાર થવાનું સ્વીકાર્યું છે.

ભૂતપૂર્વ ક્રિકેટર અજય જાડેજા રાજપૂત પરિવારમાં જન્મ થયો હતો. 1 ફેબ્રુઆરી, 1970માં જન્મેલા ક્રિકેટરની ગણતરી ભારતના શ્રેષ્ઠ ઓલરાઉન્ડર ખેલાડીઓમાં થાય છે. અજય જાડેજાની ક્રિકેટ કારકિર્દી 1992થી 2000 સુધી બેટ્સમેન પણ રહી ચૂક્યા હતા. અજય જાડેજાએ પોતાની વન-ડે કારકિર્દીમાં 196 મેચ રમી હતી. ભારતીય ક્રિકેટ ટીમના નિયમિત બેટર હોવા છતાં સારી બોલિંગ કરી શકતા હતા. ડોમેસ્ટિક ક્રિકેટમાં તે પહેલા રાજસ્થાનના કેપ્ટન અને કોચ બંને બન્યા. આ સિવાય તે હરિયાણાના કેપ્ટન પણ બન્યા હતા.

મેચ ફિક્સિંગમાં તેમનું નામ સામે આવતા 29 વર્ષની ઉંમરે તેમના પર પાંચ વર્ષનો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જાડેજાએ તેની સામે લડત ચલાવી અને ત્રણ વર્ષ બાદ દિલ્હી હાઈકોર્ટ દ્વારા તેમના પરનો પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો. અજય જાડેજાએ ફરીથી ક્રિકેટના મેદાનમાં પ્રવેશ કર્યો પરંતુ રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મેળવી શક્યા નહીં.
શત્રુશલ્યસિંહજી ભૂતપૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર છે અને નવાનગરના મહારાજાનું બિરુદ ધરાવનાર છેલ્લા વ્યક્તિ છે. ક્રિકેટમાંથી નિવૃત્તિ પછી 1972 સુધી શત્રુશલ્યસિંહજી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના વડા હતા. તેમણે 1958-59ની સિઝનમાં બોમ્બે સામે સૌરાષ્ટ્ર તરફથી રમતા પ્રથમ-વર્ગમાં પ્રવેશ કર્યો હતો. તેણે 1959-60માં સૌરાષ્ટ્ર માટે ત્રણ, 1961-62માં ચાર અને 1962-63માં ચાર મેચ રમી હતી. શત્રુશલ્યસિંહજીએ 1966-67માં રણજી ટ્રોફીમાં સૌરાષ્ટ્રની કપ્તાની કરી હતી, જે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટની અંતિમ સિઝન હતી. તેમણે મોઇન-ઉદ-દૌલા ગોલ્ડ કપ ટુર્નામેન્ટની ફાઇનલમાં ભારતીય સ્ટારલેટ્સનું સુકાનીપદ સંભાળ્યુ હતું.
આ પણ વાંચોઃરૂપાલા મુદ્દે રાજપૂતોને એક થવા હાકલ, પણ પીએમને જીતાડવાનો સંકલ્પઃ જામસાહેબ
આ પણ વાંચોઃજામનગરનો 480મો સ્થાપના દિન : સ્વરાજનાં શોકને કારણે સાદાઇ પૂર્વક ઉજવણી
