Bhavnagar Ashant Dhara Corruption: ભાવનગરમાં અશાંતધારા હેઠળ મિલકત તબદીલીના બહાને ચાલતા ભ્રષ્ટાચારના એક મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. આ મામલે સૌથી ચોંકાવનારી વાત એ છે કે, મદદનીશ કલેક્ટર પ્રતિભા દહિયાએ પોતે જ આગળ આવીને પોતાના સરકારી ડ્રાઈવર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. 15 દિવસની લાંબી તપાસ બાદ લેવાયેલા આ પગલાથી સરકારી કચેરીઓમાં ફફડાટ મચી ગયો છે.
Bhavnagar : શું છે સમગ્ર મામલો?
ભાવનગરના જે વિસ્તારોમાં અશાંતધારો અમલી છે, ત્યાં મિલકત વેચાણ કે તબદીલી માટે કલેક્ટર કચેરીની મંજૂરી લેવી અનિવાર્ય હોય છે. આ મંજૂરી અપાવવાના બહાને મદદનીશ કલેક્ટરના ડ્રાઈવર મોમીન પઠાણે વચેટિયા તરીકે લાખો રૂપિયાની માંગણી કરી હોવાનું સામે આવ્યું છે.

14 લાખની લાંચ માંગતો વીડિયો થયો હતો વાયરલ
થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર એક સનસનાટીભર્યો વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં ડ્રાઈવર મોમીન પઠાણ એક મિલકતની ફાઈલ ક્લિયર કરાવવાના બદલામાં 14 લાખ રૂપિયાની લાંચ માંગતો સ્પષ્ટ જોઈ શકાતો હતો. આ વીડિયો સામે આવ્યા બાદ વહીવટી તંત્રની છબી ખરડાઈ હતી અને ઉચ્ચ અધિકારીઓ શંકાના દાયરામાં આવ્યા હતા.
અધિકારીએ જાતે જ કરી કાર્યવાહી
પોતાના નામનો દુરુપયોગ થતો હોવાનું જણાતા મદદનીશ કલેક્ટર પ્રતિભા દહિયાએ આ મામલાને ગંભીરતાથી લીધો હતો. 15 દિવસ સુધી આંતરિક તપાસ ચલાવ્યા બાદ, તેમણે પોતે જ ફરિયાદી બનીને ડ્રાઈવર સામે ગુનો નોંધાવ્યો છે.
મોટા માથાઓની સંડોવણીની શંકા
પોલીસે હાલ ડ્રાઈવર મોમીન પઠાણ વિરુદ્ધ ગુનો નોંધી તેની અટકાયત કરવાની તજવીજ હાથ ધરી છે. જોકે, ચર્ચા એવી પણ છે કે માત્ર એક ડ્રાઈવર આટલું મોટું રેકેટ એકલો ચલાવી શકે નહીં. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે
આ પણ વાંચો: ભાવનગરના વાળુકડ ગામે યુવાનની કરપીણ હત્યા, વીડિયો વાયરલ થતાં ચકચાર
આ પણ વાંચો: ભાવનગરના વાળુકડ ગામે યુવાનની કરપીણ હત્યા, વીડિયો વાયરલ થતાં ચકચાર
આ પણ વાંચો: ભાવનગરના હિમાલયા મોલમાં હંગામો, ફિલ્મ ટિકિટ મુદ્દે હુમલો કરી જાનથી મારી નાખવાની આપી ધમકી
