World News : બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના વિદ્યાર્થી આંદોલનને કચડી નાખવાના આદેશો આપી રહ્યા હોવાના આરોપ મુકવામાં આવ્યા છે. બાંગ્લાદેશના એક સરકારી વકીલે રવિવારે ભૂતપૂર્વ વડા પ્રધાન શેખ હસીના પર ‘માનવતા વિરુદ્ધ ગુનાઓ’નો આરોપ મૂક્યો. આ કાર્યવાહી 2024ના વિદ્યાર્થી આંદોલન દરમિયાન હિંસક કાર્યવાહીમાં તેમની કથિત ભૂમિકા બદલ કરવામાં આવી છે, જે આખરે અવામી લીગ સરકારના પતન, શેખ હસીનાના રાજીનામા અને તેમના દેશ છોડવામાં પરિણમી હતી.
એક તપાસ અહેવાલમાં તારણ કાઢવામાં આવ્યું છે કે હસીનાએ પોતે સરકારી સુરક્ષા એજન્સીઓ, તેમના પક્ષ અને તેમની સાથે સંકળાયેલા સંગઠનોને સીધા આદેશો આપ્યા હતા, જેના પરિણામે મોટી સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા હતા.”આ હત્યાઓ પૂર્વયોજિત હતી,” બાંગ્લાદેશના સ્થાનિક આંતરરાષ્ટ્રીય ગુનાઓ ટ્રિબ્યુનલ (ICT) ના મુખ્ય ફરિયાદી મોહમ્મદ તાજુલ ઇસ્લામે રવિવારે સુનાવણી દરમિયાન જણાવ્યું હતું. તેમણે વિડીયો પુરાવા અને વિવિધ એજન્સીઓ વચ્ચેની એન્ક્રિપ્ટેડ વાતચીતનો ઉલ્લેખ કરીને આ વાત કહી. સમાચાર એજન્સી બ્લૂમબર્ગના એક અહેવાલમાં આ માહિતી આપવામાં આવી છે.
અલ જઝીરાના અહેવાલ મુજબ, મુખ્ય ફરિયાદીએ કહ્યું, ‘પુરાવાની સંપૂર્ણ તપાસ કર્યા પછી, અમે તારણ કાઢ્યું કે આ એક સંગઠિત, વ્યાપક અને સુનિયોજિત હુમલો હતો.’ શેખ હસીનાએ આંદોલનને કચડી નાખવા માટે તેમના પક્ષની તમામ સુરક્ષા એજન્સીઓ અને સશસ્ત્ર કાર્યકરોને છૂટ આપી.ફરિયાદીઓએ વધુમાં આરોપ લગાવ્યો કે શેખ હસીના, સરકારના વડા તરીકે, અશાંતિ દરમિયાન સુરક્ષા દળોની કાર્યવાહી માટે સંપૂર્ણ જવાબદારી નિભાવે છે.
હસીના સામે આ આરોપો એવા સમયે લગાવવામાં આવ્યા છે જ્યારે થોડા અઠવાડિયા પહેલા મોહમ્મદ યુનુસના નેતૃત્વ હેઠળની વચગાળાની સરકારે આતંકવાદ વિરોધી કાયદા હેઠળ અવામી લીગની તમામ પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂક્યો હતો. આ નિર્ણય ચાલુ વિરોધ વચ્ચે લેવામાં આવ્યો હતો. આ ઘટનાક્રમ એવા સમયે આવ્યો છે જ્યારે યુનુસ સરકાર પર દબાણ વધી રહ્યું છે અને દેશમાં તાત્કાલિક સામાન્ય ચૂંટણીઓની માંગ ઝડપથી વધી રહી છે.
આ પણ વાંચો:શેખ હસીના અને તેમના પુત્ર સહિત 16 અન્ય લોકો સામે નવું ધરપકડ વોરંટ જારી,ભ્રષ્ટાચારનો લાગ્યો આરોપ
આ પણ વાંચો:શેખ હસીનાએ બાંગ્લાદેશ પાછા ફરવાનો આપ્યો સંકેત, કહ્યું ‘અલ્લાહે મને કોઈ કારણસર…
આ પણ વાંચો:બાંગ્લાદેશથી પરત ફર્યા બાદ ભારતીય વિદેશ સચિવે શેખ હસીના પર મોટું નિવેદન આપ્યું

